(Source: ECI/ABP News/ABP Majha)
T20 World Cup 2021: પાકિસ્તાન વિરૂદ્ધ કેએલ રાહુલ સાથે થયો અન્યાય, અમ્પાયરે નો બોલ પર આવ્યો આઉટ?
કેએલ રાહુલ પાકિસ્તાન સામે ફ્લોપ રહ્યો હતો. શાહીન શાહ આફ્રિદીએ તેનો શિકાર કર્યો હતો.
નવી દિલ્હી: ટી 20 વર્લ્ડ કપની મોટી મેચમાં ટીમ ઇન્ડિયા પાકિસ્તાન સામે ટકરાઈ રહી હતી. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનનો આ નિર્ણય એકદમ સાચો હતો અને ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા અને કેએલ રાહુલ કંઈ ખાસ કર્યા વગર આઉટ થઈ ગયા હતા. રોહિતને શાહીન શાહ આફ્રિદીએ ખતરનાક ડિલિવરી પર આઉટ કર્યો હતો, પરંતુ મેદાન પરના અમ્પાયરે રાહુલને આઉટ આપવામાં મોટી ભૂલ કરી હતી.
રાહુલ સાથે મોટો અન્યાય થયો?
કેએલ રાહુલ પાકિસ્તાન સામે ફ્લોપ રહ્યો હતો. શાહીન શાહ આફ્રિદીએ તેનો શિકાર કર્યો હતો. રાહુલ 3 રન કર્યા બાદ બોલ્ડ થયો હતો. પરંતુ હવે ભારતીય ચાહકો ટ્વિટર પર અવાજ ઉઠાવી રહ્યા છે કે કેએલ રાહુલને નો બોલ પર આઉટ આપવામાં આવ્યો હતો. જે બોલ પર રાહુલ બોલ્ડ થયો હતો, તે જોઇ શકાય છે કે બોલર શાહીન આફ્રિદીનો પગ ક્રીઝથી થોડો આગળ હતો. ટીમ ઈન્ડિયાને રાહુલ પાસેથી ઉંચી આશા હતી પરંતુ અમ્પાયરની આ ભૂલ રાહુલ માટે અન્યાયી સાબિત થઈ હતી. અમ્પાયરની આ બેદરકારી મેચના પરિણામમાં ટીમ ઈન્ડિયાને મોંઘી પડી.
ટ્વિટર પર ફેન્સ થયા ગુસ્સે
રાહુલને નો બોલ પર આઉટ કર્યા બાદ ચાહકો ટ્વિટર પર ભડક્યા હતા. ચાહકોએ તેમનો ગુસ્સો અમ્પાયર પર ઉતાર્યો હતો. લોકો વિવિધ પ્રકારના પ્રતિસાદ આપીને અમ્પાયર્સના મીમ્સ બનાવી રહ્યા છે. હકીકતમાં, રાહુલ સારા ફોર્મમાં હતો અને તેનો આઉટ થવો ટીમ ઇન્ડિયા માટે મોટું નુકસાન થયું હતું.
રોહિતે પણ સાથ ન આપ્યો
બોલિંગ કરવાનો પાકિસ્તાનનો નિર્ણય સંપૂર્ણ હતો કારણ કે પાકિસ્તાનના ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદીએ મેચની પહેલી જ ઓવરમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનર રોહિત શર્માને આઉટ કર્યો હતો. રોહિત પ્રથમ ઓવરના ચોથા બોલ પર લેગ બીફોર આઉટ થયો હતો. રોહિતના શૂન્ય પર પાછા જવું પાછળથી ભારતીય ટીમને મોંઘું પડી શકે છે.
ભારતની શરમજનક હાર
નોંધનીય છ કે, ટી20 વર્લ્ડકપમાં આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો. ભારતે મેચ જીતવા આપેલા 152 રનના પડકારને પાકિસ્તાને 17.5 ઓવરમાં વિના વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. બાબર આઝમ 68 રન અને ફખર જમાન 79 રને અણનમ રહ્યા હતા. ભારતના બોલરો એકપણ વિકેટ લઈ શક્યા નહોતા.
Why nobody is taking about this
— Ankit Yadav 🇮🇳 (@imankit012) October 24, 2021
This was a no ball 😡#KLRahul pic.twitter.com/X61Uf9TFKJ
@coolfunnytshirt Rahul's wicket was on a no ball..... @pratyush_pankaj pic.twitter.com/tb2Aitg7Yp
— Sanjeev Prakash (@sanjeevprakash) October 24, 2021
@BCCI @PMOIndia @imVkohli @ICC KL Rahul has been given "OUT" on a no ball. pic.twitter.com/rnITWi5pjm
— Pawan gupta (@pawangupta2006) October 24, 2021
No ball ?? pic.twitter.com/QpifVmGFsV
— harry 🚩 (@hariputtar2_0) October 24, 2021