T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાઈ હતી. ટ્રોફી જીત્યા બાદ ભારતીય કેપ્ટન આ મેદાનની માટી ખાતો જોવા મળ્યો હતો.
Rohit Sharma On Eating Pitch Soil: ભારતીય ચાહકો રોહિત શર્માના (Rohit Sharma) નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયા(Indian Team) એ 29 જૂન શનિવારના રોજ કરેલા અદ્ભુત પરાક્રમને ભૂલી શક્યા નથી. આ એ જ દિવસ હતો જ્યારે ભારતીય ટીમે 2024 T20 વર્લ્ડ કપ (T20 World Cup 2024)નું ટાઇટલ જીત્યું હતું. ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાઈ હતી. ટ્રોફી જીત્યા બાદ ભારતીય કેપ્ટન આ મેદાનની માટી ખાતો જોવા મળ્યો હતો. હવે રોહિત શર્માએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.
રોહિત શર્માએ કહ્યું કે આ બધી વસ્તુઓ મોમેન્ટ સાથે જાતે જ બની હતી, કંઈપણ સ્ક્રિપ્ટેડ નહોતું. બીસીસીઆઈએ સોશિયલ મીડિયા દ્વારા એક વીડિયો શેર કર્યો છે, જેમાં કેપ્ટન રોહિત શર્મા વાત કરતા જોવા મળી રહ્યો છે. ભારતીય કેપ્ટને મેદાનની માટી ખાવા વિશે કહ્યું હતું કે "હું તે વસ્તુઓને વર્ણવી શકતો નથી અને કંઈપણ સ્ક્રિપ્ટે નહોતું, તે માત્ર મોમેન્ટ સાથે થયું. હું મારા જીવનમાં હંમેશા બાર્બાડોસ અને આ પિચને યાદ રાખીશ. તેથી હું તેનો એક ટૂકડો મારી સાથે રાખવા માંગતો હતો. તે ક્ષણ મારા માટે ખૂબ જ ખાસ છે."
રોહિત શર્માએ ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મ કર્યું
રોહિત શર્મા 2024 T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરનાર બીજો ખેલાડી હતો. તેણે ટૂર્નામેન્ટની 8 મેચની 8 ઇનિંગ્સમાં 36.71ની એવરેજ અને 156.71ની સ્ટ્રાઇક રેટથી 257 રન કર્યા હતા. દરમિયાન તેણે ત્રણ અડધી સદી ફટકારવામાં આવી હતી. રોહિતે 24 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા હતા.
ભારતને ICC ટ્રોફી જીતાડનાર ત્રીજો કેપ્ટન બન્યો
ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમને ICC ટ્રોફી જીતાડનાર ત્રીજો કેપ્ટન બન્યો છે. કપિલ દેવે પ્રથમ વખત 1983 વન-ડે વર્લ્ડ કપ દ્વારા ટીમ ઈન્ડિયા માટે ICC ટ્રોફી જીતી હતી. ત્યારપછી એમએસ ધોનીએ પોતાની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાને ત્રણ આઈસીસી ટ્રોફી જીતાડી છે જેમાં 2007 ટી20 વર્લ્ડ કપ, 2011 વન-ડે વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ થાય છે. હવે રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને 2024નો T20 વર્લ્ડ કપ જીતાડ્યો છે.