T20 World Cup 2024: ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ જાહેર, સંજૂ સેમસન અને પંતને મળી તક
ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો છે
India T20 World Cup Squad 2024: ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
🚨India’s squad for ICC Men’s T20 World Cup 2024 announced 🚨
— BCCI (@BCCI) April 30, 2024
Let's get ready to cheer for #TeamIndia #T20WorldCup pic.twitter.com/jIxsYeJkYW
ટીમની કેપ્ટનશીપ રોહિત શર્માને સોંપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે લાંબી ચર્ચા બાદ ટીમની જાહેરાત કરી હતી. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ઘણા ખેલાડીઓને લઇને ચર્ચા કરી હતી. આખરે આ 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.
હાર્દિક પંડ્યાને ટીમમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તે ટી-20 વર્લ્ડ કપમાં ટીમનો વાઇસ કેપ્ટન હશે. ટીમમાં ઋષભ પંત અને સંજુ સેમસનને વિકેટકીપર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. કેએલ રાહુલને ટીમમાં તક મળી નથી. શુભમન ગિલ, રિંકુ સિંહનો રિઝર્વ ખેલાડી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
સેમસન અને પંત IPL 2024માં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ઋષભ લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. કાર અકસ્માત બાદ તે મેદાનથી દૂર હતો. પરંતુ તેણે આઇપીએલથી મેદાનમાં વાપસી કરી હતી. સેમસનની વાત કરીએ તો તેણે IPL 2024માં 9 મેચ રમી છે અને 385 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 અડધી સદી ફટકારી છે.
બીસીસીઆઈએ પણ શિવમ દુબે અને અક્ષર પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. શિવમ આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. તે આક્રમક બેટિંગ માટે જાણીતો છે. આ સાથે તે ફિનિશરની ભૂમિકા પણ નિભાવે છે. શિવમ દુબેએ આ સીઝનમાં 9 મેચમાં 350 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 અડધી સદી ફટકારી છે.
ટી-20 વર્લ્ડકપ 2024 માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ.
રિઝર્વઃ શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, આવેશ ખાન