શોધખોળ કરો

Shardul Thakur Weddings: મિતાલી પારુલકર સાથે લગ્નના બંધનમાં બંધાયો શાર્દુલ ઠાકુર, જુઓ તસવીરો

Shardul Thakur Weddings: શાર્દુલ અને મિતાલી સારા મિત્રો છે અને બંનેએ નવેમ્બર 2021માં સગાઈ કરી હતી

Shardul Thakur Weddings:  ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને 'લોર્ડ'ના નામથી પ્રખ્યાત શાર્દુલ ઠાકુરે 27 ફેબ્રુઆરી, 2023ના રોજ લગ્ન કર્યા. તેણે તેની બાળપણની મિત્ર મિતાલી પારુલકર સાથે લગ્ન કર્યા છે. શાર્દુલ ઠાકુર અને મિતાલીના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તેની અને મિતાલીની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમના લગ્ન પહેલા આ કપલની હલદીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આ તસવીરોમાં શાર્દુલ પણ ડાન્સ કરતો જોવા મળ્યો હતો. તેણે મરાઠી ગીત ઝિંગાત પર જોરદાર ડાન્સ કર્યો.

ક્યારે કરી હતી સગાઈ

શાર્દુલ અને મિતાલી સારા મિત્રો છે અને બંનેએ નવેમ્બર 2021માં સગાઈ કરી હતી. શાર્દુલે તેની સગાઈમાં જોરદાર ડાન્સ પણ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.

લગ્નમાં પહોંચ્યો રોહિત શર્મા

શાર્દુલ ઠાકુરના લગ્નને ખાસ બનાવવા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને શ્રેયસ અય્યર પહોંચ્યા હતા. આ બંનેની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

શાર્દુલની કરિયર

શાર્દુલે ઓગસ્ટ 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી, તેણે ટીમ ઈન્ડિયા માટે કુલ 8 ટેસ્ટ, 34 ODI અને 25 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટમાં તેણે બોલિંગમાં 27 વિકેટ લીધી છે અને બેટિંગમાં 254 રન બનાવ્યા છે. આ સિવાય તેણે વનડેમાં કુલ 50 વિકેટ લીધી છે અને બેટિંગમાં 298 રન બનાવ્યા છે. શાર્દુલને T20 ઇન્ટરનેશનલમાં અત્યાર સુધીમાં 33 સફળતા મળી છે અને તેણે બેટિંગમાં 69 રન બનાવ્યા છે.

View this post on Instagram
 
A post shared by Shardul Thakur (@shardul_thakur)

શાર્દુલ ઠાકુરે પત્ની માટે શાનદાર પોસ્ટ કરી

મિતાલી પારૂલકર સાથે સાત ફેરા લીધા બાદ શાર્દુલ ઠાકુરે સોશિયલ મીડિયા દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી અને પત્ની માટે રોમેન્ટિક પોસ્ટ કરી. સ્ટાર ઓલરાઉન્ડરે લખ્યું, "મારા સારા અને ખરાબ સમયમાં મને સાથ આપવા બદલ આભાર, તમારી સાથે હું જીવન જીવવાનો સાચો અર્થ શીખ્યો, હું વચન આપું છું કે હવેથી અંત સુધી તમારો મિત્ર બનીશ."

કોણ છે શાર્દુલની પત્ની મિતાલી પારુલકર?

શાર્દુલ ઠાકુરની પત્ની મિતિલી પારુલકર બેકિંગનો બિઝનેસ કરે છે. બિઝનેસવુમન મિતાલી મુંબઈ નજીક થાણેમાં ઓલ ધ બેક્સ નામનું સ્ટાર્ટઅપ ચલાવે છે. મિતાલી સોશિયલ મીડિયાને પસંદ કરે છે પરંતુ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેનું શાર્દુલ સાથે લાંબા સમયથી અફેર હતું અને બંનેએ 2021માં એક ખાનગી સમારંભમાં સગાઈ કરી લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો
PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Embed widget