IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
IND vs PAK: ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની 5મી મેચ 23 ફેબ્રુઆરી, રવિવારના રોજ રમાશે

IND vs PAK: ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માં વિજયી શરૂઆત કરી. ટૂર્નામેન્ટની બીજી મેચમાં ભારતીય ટીમનો સામનો બાંગ્લાદેશ સામે થયો. આ મેચમાં રોહિત શર્મા એન્ડ કંપનીએ બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું. હવે તેની બીજી મેચમાં ભારતીય ટીમ આજે તેના કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરશે.
ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની આ મેચની બંને દેશોના ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ઘણા વર્ષોથી ભારત અને પાકિસ્તાની ક્રિકેટ ટીમો વચ્ચે કોઈ દ્વિપક્ષીય સીરીઝ રમાઈ નથી. બંને ટીમો ફક્ત ICC ઇવેન્ટ્સમાં જ ટકરાય છે. બંને ટીમો છેલ્લી વખત 2024 ના T20 વર્લ્ડકપમાં ટકરાઈ હતી. દરમિયાન, અહીં જાણો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ક્યારે અને ક્યાં રમાશે. આ મેચ ટીવી અને મોબાઇલ પર કેવી રીતે જોઇ શકાશે.
લાઇવ સ્ટ્રીમિંગ ડિટેલ્સ
ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રૉફી 025 ની 5મી મેચ ક્યારે રમાશે ?
ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની 5મી મેચ 23 ફેબ્રુઆરી, રવિવારના રોજ રમાશે.
ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની 5મી મેચ ક્યાં રમાશે ?
ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની 5મી મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની 5મી મેચ કયા સમયે શરૂ થશે ?
ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની 5મી મેચ ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. ટોસ બપોરે 2 વાગ્યે થશે.
ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની 5મી મેચ ટીવી પર કેવી રીતે જોવી?
ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની 5મી મેચ તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકો છો.
ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની 5મી મેચ હું મોબાઇલ પર કેવી રીતે જોઈ શકું?
ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની 5મી મેચ તમે મોબાઇલ પર Jio Hotstar એપ પર જોઈ શકો છો.
ભારતીય ટીમ -
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર.
પાકિસ્તાન ટીમ -
ઇમામ ઉલ હક, બાબર આઝમ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (કેપ્ટન અને વિકેટકીપર), સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રૌફ, અબરાર અહેમદ, મોહમ્મદ હસનૈન, ઉસ્માન ખાન, કામરાન ગુલામ, ફહીમ અશરફ.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
