ODI World Cupમાં આ પાંચ ખેલાડીઓ બની શકે છે ઘાતક, ભારત-ઓસ્ટ્રેલિયા મેચ માટે ભજ્જીએ કરી ભવિષ્યવાણી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મહત્વપૂર્ણ મેચને લઈને પૂર્વ ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહે મોટું નિવેદન આપ્યું છે
Harbhajan Singh Picks 5 Key Players For IND vs AUS Match: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ભારતમાં 27 જૂને રમાનારા આગામી વનડે વર્લ્ડકપના શિડ્યૂલની ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે. આ મેગા ઈવેન્ટનું આયોજન 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન કરવામાં આવશે. આ પછી હવે તમામ ટીમો 50 ઓવરના વનડે વર્લ્ડકપની તૈયારીમાં લાગી ગઇ છે, અને આ માટે હવે 100 દિવસથી ઓછો સમય બાકી છે. ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મહત્વપૂર્ણ મેચને લઈને પૂર્વ ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહે મોટું નિવેદન આપ્યું છે. હરભજને એવા 5 ખેલાડીઓના નામ ગણાવ્યા છે જે આ મેચમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માનું નામ પણ સામેલ છે, જેનું હાલનું ફોર્મ કંઇ ખાસ રહ્યું નથી.
હરભજન સિંહે કહ્યું કે, કેપ્ટન રોહિત શર્મા આગામી વનડે વર્લ્ડકપમાં ભારત માટે બેટથી ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ગયા વનડે વર્લ્ડકપમાં રોહિતના બેટથી 5 શતકીય ઇનિંગ્સ જોવા મળી હતી. સાથે જ હરભજને ઓસ્ટ્રેલિયા સામેની મેચ માટે શુભમન ગીલને પણ મહત્વનો ખેલાડી ગણાવ્યો હતો. આ ઉપરાંત તેને આ લિસ્ટમાં રવિન્દ્ર જાડેજાનો પણ સમાવેશ કર્યો હતો, જેનું બૉલ સાથેનું પ્રદર્શન IPLની 16મી સિઝનમાં જોવા મળ્યું હતું.
ઓસ્ટ્રેલિયાના આ બે ખેલાડીઓને હરભજને કર્યા સામેલ -
ભારત સામેની મેચ માટે ઓસ્ટ્રેલિયાની ટીમના જે બે ખેલાડીઓ હરભજન સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે આમા ઓલરાઉન્ડર કેમેરૂન ગ્રીન અને લેગ સ્પિનર એડમ ઝમ્પાના નામ સામેલ છે. ભારતીય પીચો પર સ્પિન બૉલરોની ભૂમિકા ઘણી મહત્વની બનવા જઈ રહી છે અને આવામાં ઝમ્પાનું પ્રદર્શન કાંગારુ ટીમ માટે ઘણું મહત્વનું સાબિત થશે.
જાણો વર્લ્ડકપમાં પાકિસ્તાનનું શેડ્યૂલ
6 ઓક્ટોબર - પાકિસ્તાન વિ ક્વોલિફાયર, હૈદરાબાદ
12 ઓક્ટોબર - પાકિસ્તાન વિ ક્વોલિફાયર, હૈદરાબાદ
15 ઓક્ટોબર - પાકિસ્તાન વિ ભારત, અમદાવાદ
ઑક્ટોબર 20 - પાકિસ્તાન વિ ઑસ્ટ્રેલિયા, બેંગલુરુ
23 ઓક્ટોબર – પાકિસ્તાન વિ અફઘાનિસ્તાન, ચેન્નાઈ
ઑક્ટોબર 27 - પાકિસ્તાન વિ દક્ષિણ આફ્રિકા, ચેન્નાઈ
21 ઓક્ટોબર - પાકિસ્તાન વિ બાંગ્લાદેશ, કોલકાતા
5 નવેમ્બર – પાકિસ્તાન વિ ન્યુઝીલેન્ડ, બેંગલુરુ
12 નવેમ્બર – પાકિસ્તાન વિરુદ્ધ ઈંગ્લેન્ડ, કોલકાતા
15 ઓક્ટોબરે લેખાશે ખરાખરીનો ખેલ
Join Our Official Telegram Channel: