ટી20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ બાદ હવે આ બે ટીમોએ સેમિફાઇનલમાં બનાવી જગ્યા, હાર બાદ ઇંગ્લેન્ડ બહાર
Women's T20 World Cup 2024 Semifinals: મહિલા ટી20 વર્લ્ડકપ 2024ની ચાર સેમી ફાઇનલિસ્ટ ટીમો નક્કી થઈ ગઈ છે
Women's T20 World Cup 2024 Semifinals: મહિલા ટી20 વર્લ્ડકપ 2024ની ચાર સેમી ફાઇનલિસ્ટ ટીમો નક્કી થઈ ગઈ છે. સૌથી પહેલા ગ્રુપ Aમાંથી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. હવે ગ્રુપ બીની બાકીની બે ટીમોએ પણ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. પાકિસ્તાનની હાર બાદ ટીમ ઈન્ડિયાને ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું.
ગ્રુપ Aમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બાદ વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાએ ગ્રુપ Bમાં સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડ સામે જીત મેળવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ હાર સાથે ઈંગ્લેન્ડ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. વેસ્ટ ઈન્ડિઝની જીત સાથે દક્ષિણ આફ્રિકાએ પણ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. સારા નેટ રન રેટના કારણે આફ્રિકા જીત્યું.
આવું છે સેમિફાઇનલ અને ફાઇનલનું શિડ્યૂલ
મહિલા ટી20 વર્લ્ડકપ 2024ની પ્રથમ સેમિફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગુરુવાર, 17 ઓક્ટોબરે દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ બીજી સેમિફાઇનલ શારજાહના શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ પછી, 20 ઓક્ટોબર, રવિવારે ફાઇનલ મેચ રમાશે, જેમાં સેમિફાઇનલની બંને વિજેતા ટીમો ટાઇટલ માટે મેદાનમાં ઉતરશે.
ખરાબ પ્રદર્શન બાદ બહાર થઇ ટીમ ઇન્ડિયા
ખરાબ પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયાને મહિલા ટી20 વર્લ્ડકપમાંથી બહાર થવું પડ્યું હતું. ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટની શરૂઆત ન્યૂઝીલેન્ડ સામે મેચ રમીને કરી હતી. પહેલા જ મેચમાં ભારતીય ટીમને 58 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ પાકિસ્તાન સામે રમાયેલી બીજી મેચમાં હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયાએ 6 વિકેટથી જીત મેળવી હતી, જે ટૂર્નામેન્ટમાં ભારતની પ્રથમ જીત હતી.
આ પછી ટીમ ઈન્ડિયાએ બીજી મેચમાં શ્રીલંકાને 82 રનના મોટા અંતરથી હરાવ્યું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ટીમ ઈન્ડિયાની આખી રમત બગડી ગઈ.
આ પણ વાંચો
Photos: તો આ કારણે ડ્રોપ થયા બાબર-શાહીન, જાણો કેમ PCBએ લીધો આટલો મોટો નિર્ણય?