શોધખોળ કરો

Cricket: મા-બાપે કચરામાં ફેંકી, ભારતની 'લૈલા' બની ઓસ્ટ્રેલિયા ક્રિકેટની સુપરસ્ટાર, જાણો રૂંવાડાં ઉભા કરી દેનારી કહાણી

Lisa Sthalekar Story: લિસાનો જન્મ 13 ઓગસ્ટ, 1979ના રોજ પુણેમાં થયો હતો. તેના માતા-પિતાએ તેને પૂણેના 'શ્રીવત્સ' અનાથાશ્રમની બહાર કચરાપેટીમાં ફેંકી દીધી હતી

Lisa Sthalekar Story: એક છોકરી જેને તેના માતા-પિતાએ અનાથાશ્રમની સામે કચરાપેટીમાં ફેંકી દીધી હતી, તે પછીથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની સુપરસ્ટાર બની. ભારતની લૈલાએ ઓસ્ટ્રેલિયામાં લિસા બનીને ક્રિકેટમાં એક અલગ ઓળખ ઊભી કરી હતી. આ ભારતીય મહિલા ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટન બની અને પોતાના સમયની નંબર વન ઓલરાઉન્ડર બનવાનો તાજ પણ જીત્યો. ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ કેપ્ટનનો જન્મ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો.

અમે વાત કરી રહ્યા છીએ ઓસ્ટ્રેલિયાની પૂર્વ દિગ્ગજ કેપ્ટન લિસા સ્થાલેકરની. ઓસ્ટ્રેલિયા જતા પહેલા લિસાનું ભારતીય નામ લૈલા હતું, જે તેને અનાથાશ્રમમાં મળ્યું હતું. લૈલા એટલે કે લિસા સ્થાલેકર ભારતથી પહેલા અમેરિકા પહોંચી અને પછી ઓસ્ટ્રેલિયા પહોંચી. ઓસ્ટ્રેલિયા આવ્યા બાદ તેણે ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું.

કંઇક આ રીતે છે રૂંવાડા ઉભા કરી દેનારી આખી કહાણી 
લિસાનો જન્મ 13 ઓગસ્ટ, 1979ના રોજ પુણેમાં થયો હતો. તેના માતા-પિતાએ તેને પૂણેના 'શ્રીવત્સ' અનાથાશ્રમની બહાર કચરાપેટીમાં ફેંકી દીધી હતી. આ 'શ્રીવત્સ' અનાથાશ્રમે અજાણી છોકરીનું નામ લૈલા રાખ્યું છે. અહીંથી ડૉ. હરેન અને તેની પત્ની સુએ લૈલાને દત્તક લીધી અને તેને પોતાની સાથે અમેરિકા લઈ ગયા. ડૉ. હરેન ભારતીય મૂળના વ્યક્તિ હતા અને તેમની પત્ની અંગ્રેજ હતી.

લિસાને દત્તક લીધાના થોડા સમય પછી ડૉ. હરેન અને તેની પત્ની સુએ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં શિફ્ટ થઈ ગયા. સિડનીમાં આ કપલ છોકરીને ઘરે ક્રિકેટ શીખવાડવાનું શરૂ કરે છે. ધીરે ધીરે લિસાની ક્રિકેટ સફર આગળ વધે છે અને પછી તે ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય મહિલા ટીમમાં પહોંચે છે. આ સમયગાળા દરમિયાન તેણે પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો હતો. લિસાએ 2001માં ઑસ્ટ્રેલિયા માટે ODIમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

ધીરે ધીરે લિસાએ ઓસ્ટ્રેલિયન ટીમમાં પોતાની જાતને સ્થાપિત કરી અને ત્રણેય ફોર્મેટમાં રમતી ખેલાડી બની ગઈ. તે ઓસ્ટ્રેલિયા ટીમની કેપ્ટન પણ બને છે. તેને પોતાના સ્ટેપ્સને સ્થાપિત કર્યા પછી લિસાએ પાછું વળીને જોયું નથી. તેણે ODI અને T20 ઇન્ટરનેશનલના ચાર વર્લ્ડકપમાં ભાગ લીધો હતો.

1000 રન અને 100 વિકેટ લેનારી પહેલી મહિલા ક્રિકેટર 
લિસા સ્થાલેકર 1000 રન અને 100 વિકેટ લેનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની હતી. તેણે તેની કારકિર્દીમાં ICC રેન્કિંગમાં નંબર વનનું સ્થાન પણ હાંસલ કર્યું હતું.

આવી રહી 12 વર્ષની કેરિયર 
લિસાએ 2001માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી અને 2013માં નિવૃત્તિ લીધી હતી. તેની 12 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં લિસાએ ઓસ્ટ્રેલિયા માટે 08 ટેસ્ટ, 125 ODI અને 54 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ટેસ્ટની 15 ઇનિંગ્સમાં તેણે 32.00ની એવરેજથી 416 રન બનાવ્યા અને 20.95ની એવરેજથી 23 વિકેટ લીધી. બેટિંગમાં તેણે 1 સદી અને 2 અડધી સદી ફટકારી હતી. આ સિવાય લિસાએ વનડેની 111 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 30.65ની એવરેજથી 2728 રન બનાવ્યા જેમાં 2 સદી અને 16 અડધી સદી સામેલ છે. આ સિવાય બોલિંગ દરમિયાન તેણે વનડેમાં 24.97ની એવરેજથી 146 વિકેટ લીધી હતી.

T20 ઇન્ટરનેશનલની 50 ઇનિંગ્સમાં તેણે 21.36ની એવરેજ અને 109.70ની સ્ટ્રાઇક રેટથી 769 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 1 અડધી સદી ફટકારી હતી. આ સિવાય તેણે બોલિંગમાં 19.35ની એવરેજથી 60 વિકેટ લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
Embed widget