(Source: ECI/ABP News/ABP Majha)
IND vs PAK: શું બ્લેક મેજીક કરીને હાર્દિકે ઈમામ ઉલ હકની વિકેટ લીધી? સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
World Cup 2023: ICC ODI વર્લ્ડ કપ 2023માં આજે એટલે કે 14મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ રમાઈ રહી છે. આ શાનદાર મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
World Cup 2023: ICC ODI વર્લ્ડ કપ 2023માં આજે એટલે કે 14મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ રમાઈ રહી છે. આ શાનદાર મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાની બેટ્સમેનોએ સારી શરૂઆત કરી હતી. પરંતુ તે પછી ભારતીય બોલરોએ શાનદાર સ્ટાઈલમાં વાપસી કરી હતી. પહેલા સિરાજે અબ્દુલ્લા શફીકને અને પછી હાર્દિક પંડ્યાએ ઈમામ ઉલ હકને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. જોકે, ઈમામને આઉટ કરતા પહેલા હાર્દિક પંડ્યાએ કંઈક એવું કર્યું જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
ઈમામ ઉલ હકને આઉટ કરતા પહેલા હાર્દિકે બોલ પર મંત્ર જાપ કર્યો?
વાસ્તવમાં, સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ભારત માટે પાકિસ્તાનની ઇનિંગની 13મી ઓવર ફેંકી રહ્યો હતો. તે ઓવરના બીજા બોલ પર ઈમામ ઉલ હક સ્ટ્રાઈક પર હતો. હાર્દિકના તે બોલ પર ઈમામે ચોગ્ગો ફટકાર્યો હતો. પંડ્યા આનાથી બિલકુલ ખુશ દેખાયો ન હતો. આવી સ્થિતિમાં, ઓવરનો આગામી એટલે કે ત્રીજો બોલ બોલિંગ કરતા પહેલા, હાર્દિકે બોલ હાથમાં લીધો અને તેની તરફ જોયું અને કંઈક બોલ્યો. હાર્દિક બોલને જોઈને કંઈક વાંચતો જોવા મળ્યો હતો.
Hardik Pandya 🔥🔥🧐🧐#INDvPAK #CWC23 #CWC2023 #HardikPandya #WorldCup2023 pic.twitter.com/XmY96Womxc
— Parshwa Shah (@Parshwa78912302) October 14, 2023
ત્યાર બાદ તેણે રનઅપ શરૂ કર્યું અને બોલ ફેંક્યો. જે બાદ ઘટના સામે આવી તે કોઈ જાદુથી ઓછું ન હતું. સારા ફોર્મમાં દેખાઈ રહેલો ઈમામ ઉલ હક બોલને હીટ કરવાના પ્રયાસમાં કીપરને કેચ આપી બેઠો હતો. તે બોલને યોગ્ય રીતે ટાઈમ કરી શક્યો નહીં અને બોલ તેના બેટની કિનારી લઈને સીધો વિકેટકીપર કેએલ રાહુલના ગ્લોવ્સમાં ગયો. આવી સ્થિતિમાં ઇમામ 6 ચોગ્ગાની મદદથી 36 રન બનાવીને આઉટ થયો હતો. ઈમામ ઉલ હકને આઉટ કર્યા બાદ હાર્દિકે પાકિસ્તાની ખેલાડીને લઈને ખાસ પ્રતિક્રિયા પણ આપી હતી. તે તેમને બાય-બાય કહેતો જોવા મળ્યો હતો.
Wicket for Hardik Pandya now.
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 14, 2023
Just a matter of time for Pakistan to get bundled now. What a bowling effort by India! pic.twitter.com/6Kz8SMZ8it
શુભમન ગીલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.