Video: રોહિત શર્માએ મેદાન બહાર બતાવી દરિયાદિલી, વીડિયો જોઈને તમે પણ હીટમેનની પ્રશંસા કર્યા વગર નહીં રહો
Indian Captain Rohit Sharma: ODI વર્લ્ડ કપ 2023માં રોહિત શર્મા એકમાત્ર એવો કેપ્ટન રહ્યો છે જેની ટીમ અત્યાર સુધી એકપણ મેચ હારી નથી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા મેદાનની અંદર બેટથી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે.
Indian Captain Rohit Sharma: ODI વર્લ્ડ કપ 2023માં રોહિત શર્મા એકમાત્ર એવો કેપ્ટન રહ્યો છે જેની ટીમ અત્યાર સુધી એકપણ મેચ હારી નથી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા મેદાનની અંદર બેટથી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. હવે તેણે પોતાની ઉદારતાથી મેદાનની બહાર એટલે કે સ્ટેન્ડમાં બેઠેલા દર્શકોના દિલ પણ જીતી લીધા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતીય કેપ્ટન એક પ્રશંસકને જૂતા આપતો જોવા મળી રહ્યો છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે હિટમેન સ્ટેન્ડની વચ્ચે બનેલા રસ્તામાં ઊભો છે અને ચાહકોને ઈશારા કરી રહ્યો છે. પછી આ દરમિયાન તે સ્ટેન્ડમાં હાજર ફેનને જૂતા આપે છે. વીડિયોમાં સ્ટેન્ડમાં હાજર દર્શકો રોહિત ભાઈ, રોહિત ભાઈની બૂમો પાડતા સાંભળી શકાય છે. એક તરફ મેદાનની અંદર રોહિત શર્મા પોતાના બેટથી બોલરોની લાઈનલેન્થ વીંખી રહ્યો છે તો બીજી તરફ તે બહાર ચાહકોનું દિલ જીતવામાં કોઈ કસર છોડી રહ્યો નથી.
Rohit Sharma gifted his shoe to a young cricket fan.
— Johns. (@CricCrazyJohns) November 2, 2023
- A beautiful gesture by Hitman. pic.twitter.com/52kl6eD4UP
રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહી છે. રોહિત બ્રિગેડે ત્રણેય વિભાગોમાં ઉત્તમ કામગીરી કરી છે. આ સાથે જ યજમાન ભારત સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ભારતે ગયા ગુરુવારે (02 નવેમ્બર) શ્રીલંકાને હરાવ્યું અને ટૂર્નામેન્ટમાં તેની સતત સાતમી જીત મેળવી અને સેમિફાઇનલની ટિકિટ પાકી કરી. શ્રીલંકા સામે ભારતની શાનદરા બેટિંગ બાદ બોલરોએ પણ કમાલ કરી હતી. મોહમ્મદ શમી, સિરાજ અને બુમરાહની ત્રિપુટીએ કહેર વર્તાવ્યો હતો.
રોહિત શર્મા બેટથી મચાવી રહ્યો છે ધૂમ
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી રોહિત શર્માએ પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 7 મેચની 7 ઈનિંગ્સમાં 57.43ની એવરેજ અને 119.64ની સ્ટ્રાઈક રેટથી 402 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 2 અડધી સદી સામેલ છે. આ દરમિયાન રોહિત શર્માના બેટમાંથી 44 ચોગ્ગા અને 20 છગ્ગા નિકળ્યા છે. ભારતીય કેપ્ટન હાલમાં ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial