શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલી બાદ ટી20માં સૌથી ઝડપી 2000 રન બનાવનાર દુનિયાનો બીજો બેટ્સમેન બન્યો એરોન ફિંચ
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ફિંચના સાઉથેમ્પટનમાં અજેસ બાઉલમાં ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટી20 દરમિયાન 2000 રનના ટારગેટને પૂર્ણ કર્યો છે.
એરોન ફિંચ શુક્રવારે ટી20 ઈન્ટરનેશનલમાં 2000 રન બનાવનાર બીજો સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ફિંચના સાઉથેમ્પટનમાં અજેસ બાઉલમાં ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટી20 દરમિયાન 2000 રનના ટારગેટને પૂર્ણ કર્યો છે. આ ટી20માં ફિંચની 62મી ઈનિંગ હતી અને ભારતના કેપ્ટન વિરાટ કોહલી બાદ બીજી સૌથી ઝડપી ઈનિંગ હતી જે માત્ર 56 ઈનિંગમાં અહીં સુધી પહોંચી શક્યો છે.
કુલ મળી, ફિંચ 2000 ટી20 ઈન્ટરનેશનલ રન બનાવનાર 10મો બેટ્સમેન બની ગયો છે, જેમાં દુનિયાના કેટલાક સર્વશ્રેષ્ઠ બેટ્સમેન જેવા કોહલી, રોહિત શર્મા, ઈયોન મોર્ગન અને ઓસ્ટ્રેલિયાની ટીમના ડેવિડ વોર્નર સામેલ છે. મેચમાં, જોફ્રા આર્ચરના હાથે આઉટ થતા પહેલા ફિંચે 32 બોલમાં સાત ફોર અને એક સિક્સલની મદદથી 46 રન બનાવ્યા હતા પરંતુ અંતમાં ઈંગ્લેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયાને 2 રને માત આપી હતી.
મેચના અંતિમ 30 બોલમાં જીત માટે 36 રનની જરૂર હતી. ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાના મધ્ય અને નિચલા ક્રમને રન ન બનાવવા દિધા અને પોતાના અંતિમ 31 બોલમાં માત્ર 33 રન આપ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement