![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
FIFA WC 2022 Final: આર્જેન્ટીના બન્યું વર્લ્ડ ચેમ્પિયન, મેસીનું સપનુ પુરુ, ફાઈનલમાં ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં મ્હાત આપી
આર્જેન્ટિના માટે છેલ્લો વર્લ્ડ કપ રમી રહેલા લિયોનેલ મેસ્સીએ પોતાની વર્લ્ડ કપ કારકિર્દીનો શાનદાર રીતે અંત કર્યો છે.
![FIFA WC 2022 Final: આર્જેન્ટીના બન્યું વર્લ્ડ ચેમ્પિયન, મેસીનું સપનુ પુરુ, ફાઈનલમાં ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં મ્હાત આપી fifa world cup 2022 argentina beat france in penalty shootout lionel messi win the world cup FIFA WC 2022 Final: આર્જેન્ટીના બન્યું વર્લ્ડ ચેમ્પિયન, મેસીનું સપનુ પુરુ, ફાઈનલમાં ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં મ્હાત આપી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/18/93a8b16c903e5882f7291d3664aff4af167138659977824_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
FIFA WC 2022 Final: ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને ટાઇટલ જીત્યું છે. આર્જેન્ટિના માટે છેલ્લો વર્લ્ડ કપ રમી રહેલા લિયોનેલ મેસ્સીએ પોતાની વર્લ્ડ કપ કારકિર્દીનો શાનદાર રીતે અંત કર્યો છે. નિયમિત સમયમાં સ્કોર 2-2 અને વધારાના સમયમાં 3-3ની બરાબરી પર રહ્યો હતો. આ પછી પેનલ્ટી શૂટ-આઉટમાં આર્જેન્ટિનાએ શાનદાર પ્રદર્શન કરીને મેચ જીતી લીધી હતી.
Argentina win the World Cup on penalties! 🏆 @adidasfootball | #FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) December 18, 2022
આર્જેન્ટિનાએ પ્રથમ હાફમાં સારી લીડ બનાવી હતી
મેચની શરૂઆતથી જ આર્જેન્ટિનાએ શાનદાર રમત બતાવી અને 23મી મિનિટે જ તેને લીડ મળી હતી. ફ્રાન્સ દ્વારા ફાઉલ થયા બાદ આર્જેન્ટિનાને પેનલ્ટી કિક મળી હતી અને તેના પર લિયોનેલ મેસીએ ગોલ કરીને આર્જેન્ટિનાને લીડ અપાવી હતી. 13 મિનિટ બાદ આર્જેન્ટિનાએ વધુ એક ગોલ કરીને મેચમાં 2-0ની સરસાઈ મેળવી લીધી હતી. એન્જલ ડી મારિયાએ શાનદાર પાસ ભેગા કર્યા અને ગોલ કર્યો અને સ્કોર 2-0 કર્યો.
બીજા હાફમાં એમ્બાપેએ સ્કોર બરાબરી કરી હતી
પ્રથમ 80 મિનિટ સુધી, આર્જેન્ટિનાએ આરામથી તેની લીડ જાળવી રાખી હતી, પરંતુ તે પછી એમ્બાપેએ આર્જેન્ટીના પર કહેર વર્તાવ્યો હતો. એમ્બાપેએ 80મી મિનિટે પેનલ્ટી કિક પર ગોલ કરીને તેને 2-1 કરી અને પછીની જ મિનિટે બરાબરી કરી લીધી. મિડફિલ્ડમાંથી એક શાનદાર પાસ પર એમ્બાપેએ શ્રેષ્ઠ રીતે બોલ પર નિયંત્રણ કર્યું અને વોલી પર ગોલ કરીને સ્કોર 2-2 કરી દીધો. આ પછી કોઈપણ ટીમ તરફથી કોઈ ગોલ થયો ન હતો અને મેચ 30 મિનિટના વધારાના સમયમાં ગઈ હતી.
વધારાનો સમય
વધારાના સમયની પ્રથમ 15 મિનિટમાં, આર્જેન્ટિનાએ ગોલ કરવાની ઘણી તકો ઉભી કરી હતી, પરંતુ તેઓ એકનો પણ ફાયદો ઉઠાવી શક્યા ન હતા. જોકે બીજા હાફમાં સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ આર્જેન્ટિના માટે બધું જ આપી દીધું હતું. વધારાના સમયના બીજા હાફની ત્રીજી મિનિટમાં, આર્જેન્ટિનાએ શાનદાર હુમલો કર્યો અને તેના પર મેસ્સીએ ગોલ કરીને આર્જેન્ટિનાને 3-2થી આગળ કરી દીધું. વધારાના સમયના બીજા હાફના અંત પહેલા એમ્બાપેએ પેનલ્ટી પર વધુ એક ગોલ કરીને તેની હેટ્રિક પૂરી કરી અને સ્કોર 3-3ની બરાબરી પર લાવી દીધો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)