શોધખોળ કરો
Advertisement
BCCIના કરાર લિસ્ટમાં કયા ચાર ગુજરાતી ક્રિકેટરને મળ્યું સ્થાન, કોને કયો મળ્યો ગ્રેડ, જાણો વિગતે
બીસીસીઆઈના કોન્ટ્રાક્ટમાં ગુજરાતના ચાર ક્રિકેટરોને પણ સ્થાન મળ્યું છે. જેમાં ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા તથા જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2020 સુધી ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ધોનીનો એક પણ ગ્રેડમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, જે બાદ તની કરિયરનો અંત આવી ગયો હોવાનું નક્કી થઈ ગયું છે. BCCI દ્વારા A+, A, B અને C એમ ચાર કેટેગરીમાં મળી કુલ 27 ખેલાડીનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વાંચોઃ પાકિસ્તાન પાસેથી છીનવાઈ એશિયા કપની યજમાની, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનમાં રમવાનો કર્યો હતો ઈનકાર
જેમાં એ પ્લસ કેટેગરીમાં 3, એ કેટેગરીમાં 11, બી કેટગરીમાં 5 અને સી કેટેગરીમાં 8 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈના કોન્ટ્રાક્ટમાં ગુજરાતના ચાર ક્રિકેટરોને પણ સ્થાન મળ્યું છે. જેમાં ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા તથા જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે.
અમદાવાદના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો A+, ટેસ્ટ નિષ્ણાંત બેટ્સમેન ચેતેશ્વર પૂજારા તથા સૌરાષ્ટ્રના સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો A અને બરોડાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો B કેટેગરીમાં સમાવેશ કરાયો છે. વાંચોઃ રાજકોટમાં વિજય રૂપાણી નીહાળશે ભારત-ઓસ્ટ્રેલિયા મુકાબલો, પાણીની બોટલ પણ નહીં લઈ શકાય અંદર, જાણો વિગત કયા ગ્રેડમાં કેટલા મળે છે ક્રિકેટરોને રૂપિયા..... ગ્રેડ A+ - 7 કરોડ રૂપિયા ગ્રેડ A - 5 કરોડ રૂપિયા ગ્રેડ B - 3 કરોડ રૂપિયા ગ્રેડ C - 1 કરોડ રૂપિયા વાંચોઃ INDvAUS: રાજકોટ વન ડે પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો, આ ખેલાડી થયો બહારWriddhiman Saha, Umesh Yadav, Yuzvendra Chahal, Hardik Pandya, Mayank Agarwal in Grade B; Kedar Jadhav, Navdeep Saini, Deepak Chahar, Manish Pandey, Hanuma Vihari, Shardul Thakur, Shreyas Iyer, Washington Sundar in Grade C. https://t.co/BuqFpylvXz
— ANI (@ANI) January 16, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
Advertisement