કુઓર્ટેન ગેમ્સમાં નીરજ ચોપડાએ ગોલ્ડ જીત્યો, જો કે, દુર્ઘટનાનો શિકાર બનતાં બચી ગયો, જુઓ વીડિયો
ભારતના ઓલમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડાએ ફિનલેન્ડમાં કુઓર્ટેન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ વર્ષનો આ પ્રથમ ગોલ્ડ મેડલ નીરજે પોતાના નામે કર્યો છે.
![કુઓર્ટેન ગેમ્સમાં નીરજ ચોપડાએ ગોલ્ડ જીત્યો, જો કે, દુર્ઘટનાનો શિકાર બનતાં બચી ગયો, જુઓ વીડિયો Gold Medalist Neeraj Chopra Narrowly Escaped Accident Due To Bad Weather At Kuortane Games કુઓર્ટેન ગેમ્સમાં નીરજ ચોપડાએ ગોલ્ડ જીત્યો, જો કે, દુર્ઘટનાનો શિકાર બનતાં બચી ગયો, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/19/2c006f3f5c0aa6631874a68290c1143d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kuortane Games: ભારતના ઓલમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડાએ ફિનલેન્ડમાં કુઓર્ટેન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ વર્ષનો આ પ્રથમ ગોલ્ડ મેડલ નીરજે પોતાના નામે કર્યો છે. આ ટૂર્નામેન્ટ પહેલાં એવું માનવામાં આવી રહ્યું હતું કે, નીરજ ચોપડા ઈજાગ્રસ્ત છે અને તેના કારણે નીરજના પ્રદર્શન ઉપર તેની અસર પડી શકે છે. જો કે, નીરજે બધી આશંકાઓને દૂર કરતાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજે 86.69 મીટરનો થ્રો કરકીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
ઘાયલ થતાં બચ્યો નીરજ ચોપડાઃ
જો કે, આ દરમિયાન ભારતીય ખેલાડી નીરજ ચોપડા એક મોટી દુર્ઘટનાનો શિકાર થતાં માંડ-માંડ બચ્યો હતો. શનિવારે નીરજ ચોપડા કુઓર્ટેન ગેમ્સમાં પોતાના ત્રીજા પ્રયત્ન દરમિયાન ભાલો ફેંકતી વખતે લપસી ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે, વરસાદના કારણે ભીના થઈ ગયેલા મેદાનથી નીરજ લપસ્યો છે. હકીકતમાં વરસાદના કારણે રમતમાં જરુરી હોય તેવું મેદાન નહોતું છતાં પણ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. આનું પરિણામ એ આવ્યું કે, નીરજ પોતાની ત્રીજા પ્રયત્નમાં ભાલો ફેંક્યા બાદ પોતાનું સલતુન ગુમાવી બેઠો હતો અને પડી ગયો હતો. જો કે, ત્યાર બાદ નીરજે ટ્વીટ કરીને જણાવ્યું કે તેની સ્થિતિ હાલ સામાન્ય છે.
After an intentional foul on his second, he slips on his third.. Testing conditions out there…#NeerajChopra pic.twitter.com/71qRFcEEyJ
— Naveen Peter (@peterspeaking) June 18, 2022
ગોલ્ડ મેડલ જીત્યા બાદ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરીઃ
નીરજ ચોપડાએ પ્રથમ પ્રયાસમાં 86.69 મીટર ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજે ત્રિનિદાદ અને ટોબેગોના બીજા અને ત્રીજા સ્થાને રહેલા ઓલિમ્પિક ચેમ્પિયન કેશોર્ન વોલકોટ (86.64m) અને ગ્રેનાડાના વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ (84.75m) કરતાં વધુ દૂર ભાલો ફેંક્યો હતો. નોંધનીય છે કે ત્રિનિદાદ અને ટોબેગોના કેશરોન વોલકોટે 2012 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)