પાકિસ્તાનના આ બૉલરે ફેંક્યો 219 Km/hrsની સ્પીડથી બૉલ, ને પછી શું થયુ, જુઓ વીડિયો.............
આ મેચનો હીરો પાકિસ્તાની ફાસ્ટ બૉલર હસન અલી રહ્યો, તેને બાંગ્લાદેશ સામે શાનદાર બૉલિંગ કરતા 3 વિકેટો ઝડપી હતી,
ઢાકાઃ બાંગ્લાદેસ અને પાકિસ્તાન (BAN vs PAK)ની વચ્ચે આજે ટી20 સીરીઝની પ્રથમ ટી20 મેચ રમાઇ, મેચમાં બાંગ્લાદેશની ટીમે 7 વિકેટે 127 રન બનાવ્યા, જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે 4 બૉલ બાકી રહેતા મેચ જીતીને સીરીઝ પર 1-0થી લીડ બનાવી લીધી હતી. આ સીરીઝમાં એક એવી ઘટના ઘટી જેને બધાને વિચારવા મજબૂર કરી દીધા હતા.
ખરેખરમાં, આ મેચનો હીરો પાકિસ્તાની ફાસ્ટ બૉલર હસન અલી રહ્યો, તેને બાંગ્લાદેશ સામે શાનદાર બૉલિંગ કરતા 3 વિકેટો ઝડપી હતી, અને આના બદલામાં તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ આ દરમિયાન તેની ફાસ્ટ બૉલિંગને લઇને તે ટ્રેન્ડ કરવા લાગ્યો હતો.
Hassan Ali Fastest Bowl ever
— Chaudhary Awais (@Awais_786_) November 19, 2021
Break the record of Shoaib Akhtar
219 Kph ..... 136 mph 😱#BANvPAK pic.twitter.com/liut3w2fBG
અસલમાં, હસન અલી ઇનિંગની બીજી ઓવર ફેંકી રહ્યો હતો, અને પહેલા જ બૉલ પર તેને મહત્વની વિકેટ ઝડપી, પરંતુ બાદમાં બીજો બૉલ પર તેને ઓફ સ્ટમ્પની બહાર નાંખ્યો. જે બેટ્સમેનને ચોંકાવીને વિકેટકીપરની પાસે જતો રહ્યો હતો. પરંતુ આ બૉલની સ્પીડૉમીટરમાં વિચિત્ર સ્પીડ બતાવી. સ્પીડોમીટરમાં આની સ્પીડ 219 કિલોમીટર પ્રતિ કલાક બતાવવામાં આવી, આ સ્પીડ જોઇને બધા ચોંક્યા, અને ટ્વીટર પર આ ટ્રેન્ડ કરવા લાગ્યુ હતુ. જોકે, ખરેખરમાં આ બૉલની સ્પીડ શું હતી તેની પુષ્ટી હજુ સુધી નથી થઇ. આટલી વધુ સ્પીડ ટેકનોલૉજીની ખામીના કારણે દર્શાવવામાં આવી હતી, જેના કારણે હસન અલી ટ્રેન્ડ કરવા લાગ્યો હતો.
Player of the Match Hasan Ali reflects on his performance in the first #BANvPAK T20I#HarHaalMainCricket pic.twitter.com/ln6yRZj7GH
— Pakistan Cricket (@TheRealPCB) November 19, 2021
Take this Hasan Ali haters. pic.twitter.com/03FDFQFB1U
— Dennis (@DennisCricket_) November 19, 2021