Hockey WC: ભારત અને ન્યૂઝીલેન્ડ છેલ્લી પાંચ મેચોમાં ક્યાં-ક્યાં ટકરાયા, ને શું આવ્યુ પરિણામ, જાણો અહીં.....
ખાસ વાત છે કે, ટીમ ઇન્ડિયા હૉકી વર્લ્ડકપ 2023ની ક્વાર્ટર ફાઇનલમાં સીધો પ્રવેશ કરવામાં અસફળ રહ્યાં બાદ આજે ક્રૉસઓવર મેચ રમી રહી છે.
Hockey WC: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હૉકી વર્લ્ડકપ 2023ની ક્રૉસ ઓવર મેચ રમાશે, આ મેચ બન્ને ટીમો માટે કરો યા કરો સમાન છે, કેમ કે જે ટીમ જીતશે તે આગળ ક્વાર્ટર ફાઇનલમાં રમવા જશે. જોકે, આજની મેચ પહેલા બન્ને ટીમોના પ્રદર્શન પર નજર કરીએ તો ભારતીય હૉકી ટીમનુ પલડુ વધારે ભારે લાગી રહ્યું છે. હેડ ટૂ હેડ રેકોર્ડમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વધુ હૉકી મેચોમાં જીત હાંસલ કરી છે, પરંતુ અમે તમને અહીં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની છેલ્લી પાંચ મેચો વિશે બતાવી રહ્યાં છીએ, જાણો આ પાંચ મેચોમાં કોને મારી છે બાજી.....
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની છેલ્લી પાંચ મેચો -
4 નવેમ્બર, 2022: ભારત 7-4 ન્યૂઝીલેન્ડ (FIH પ્રૉ લીગ)
28 નવેમ્બર, 2022: ભારત 4-3 ન્યૂઝીલેન્ડ (FIH પ્રૉ લીગ)
24, જુલાઇ, 2021: ભારત 3-2 ન્યૂઝીલેન્ડ (ટૉક્યો ઓલિમ્પિક)
21, ઓગસ્ટ, 2019: ભારત 5-0 ન્યૂઝીલેન્ડ (ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટ)
18, ઓગસ્ટ, 2019: ભારત 1-2 ન્યૂઝીલેન્ડ (ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટ)
જોકે, ખાસ વાત છે કે, ટીમ ઇન્ડિયા હૉકી વર્લ્ડકપ 2023ની ક્વાર્ટર ફાઇનલમાં સીધો પ્રવેશ કરવામાં અસફળ રહ્યાં બાદ આજે ક્રૉસઓવર મેચ રમી રહી છે. આ મેચને જીતીને હરમનપ્રીત સિંહ એન્ડ કંપની આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની અંતિમ 8માં જગ્યા બનાવી શકે છે. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમને આજે હરાવી દે છે, તો આગામી મેચ હાલની ચેમ્પીયન ટીમ બેલ્ઝિયમ રમશે.
ભારત-ન્યૂઝીલેન્ડ, હેડ ટૂ હેડ રેકોર્ડ -
એફઆઇએચ હૉકી વર્લ્ડકપની અધિકારીક વેબસાઇટ અનુસાર, જો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના હાર જીતના રેકોર્ડ જોઇએ તો, તે અનુસાર, ભારતીય ટીમનુ પલડુ ભારે દેખાઇ રહ્યું છે. ભારત 44 વાર ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઉતર્યુ છે, આ 44 મેચોમાંથી ભારતીય ટીમે 24 મેચોમાં જીત હાંસલ કરી છે, અને માત્ર 5 મેચો ટાઇ રહી છે. તો સામે ન્યૂઝીલેન્ડે આમાંથી માત્ર 15 મેચોમાં જ જીત નોંધાવી છે. આ આંકડા પરથા જાણી શકાય છે કે ભારતીય હૉકી ટીમનુ પલડુ ન્યૂઝીલેન્ડ ટીમ સામે ભારે રહ્યું છે. જોકે, આજે હૉકી વર્લ્ડકપ 2023માંની ક્રૉસઓવર મેચ પર તમામની નજર ટકી છે.
ભારતીય ટીમને 47 વર્ષ બાદ મોકો -
ભારતીય ટીમે વર્ષ 1975માં હૉકી વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો, અને હવે ભારતની ધરતી પર રમાઇ રહેલા વર્લ્ડકપમાં આ આશા વધી ગઇ છે, ભારતવાસીઓ આશા રાખી રહ્યાં છે કે ફરી એકવાર આ ખિતાબ ટીમ ઇન્ડિયા જીતવામાં સફળ રહે, ભારત ફરીથી ચેમ્પીયન બને. આ વખતે ઓડિશામાં આ હૉકી વર્લ્ડકપ રમાઇ રહ્યો છે, અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક પણ ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યાં છે.