SL vs BANG, T20 WC : બાંગ્લાદેશ સામે શ્રીલંકાએ 5 વિકેટથી જીત મેળવી
શ્રીલંકા-બાંગ્લાદેશ વચ્ચે ટી20- રવિવારે બન્ને એશિયન ટીમો વચ્ચે જંગ જામશે, આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021માં આ બન્ને ટીમોએ ક્વૉલિફાયર રાઉન્ડ જીતીને વર્લ્ડકપની સુપર 12માં પ્રવેશ મેળવ્યો છે.

Background
શ્રીલંકાની ટીમ 5 વિકેટથી જીત
બાંગ્લાદેશની સામે શ્રીલંકાની ટીમ 5 વિકેટથી જીત મેળવી છે.
શ્રીલંકાની ટીમનેે જીત માટે 172 રનનો ટાર્ગેટ
બાંગ્લાદેશની ટીમે પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમનેે જીત માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો છે.
નઇમ-રહિમની શાનદાર બેટિંગ
16 ઓવર બાદ બાંગ્લાદેશનો સ્કૉર 2 વિકેટે 129 રને પહોંચ્યો, મોહમ્મદ નઇમ 62 રન અને મુસ્તફિઝૂર રહિમ 37 રન બનાવી ક્રિઝ પર છે
બાંગ્લાદેશના 100 રન પુરા
બાંગ્લાદેશે શાનદાર બેટિંગ કરતાં 100 પુરા કરી લીધા છે. 14 ઓવરના અંતે બાંગ્લાદેશની ટીમે 2 વિકેટ ગુમાવીને 107 કર્યા છે. મોહમ્મદ નઇન 55 અને મુસ્તફિઝૂર રહિમ 24 રન બનાવીને ક્રિઝ પર છે
શાકિબ અલ હસન આઉટ
બાંગ્લાદેશને બીજો ઝટકો લાગ્યો છે, લિટન દાસ બાદ શાકિબ અલ હસનને કરુણારત્નએ બૉલ્ડ કર્યો છે. શાકિબ 7 બૉલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. ટીમનો સ્કૉર 9 ઓવર બાદ 2 વિકેટે 65 રન છે. નઇમ 34 રન અને રહિમ 3 રન બનાવીને ક્રિઝ પર છે.