શોધખોળ કરો
Advertisement
CWC 2019: પાકિસ્તાની જર્સી ઉપર વિરાટ કોહલીનું નામ! તસવીર થઈ વાયરલ
ટ્વિટર ઉપર પાકિસ્તાનમાં કોહલીના પ્રશંસકની તસવીર ઘણી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં વિરાટનો ફેન રોડ ઉપર કોહલીની 18 નંબરની જર્સી પહેરીને બાઇક ચલાવતો જોવા મળે છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહીલના સમગ્ર વિશ્વમાં જબરજસ્ત ફેન ફોલોઇંગ છે. સચિન અને ધોનીની જેમ જ કોહલી પણ એવા ખેલાડી છે, જે કોઈ સરહદ સુધી મર્યાદિત નથી. હાલમાં જ એક પાકિસ્તાની વ્યક્તિને વિરાટ કોહલીન જર્સી નંબર 18 પહેરીને જોવા મળ્યો. આ પાકિસ્તાની ફેન લાહોરમાં જોવા મળ્યો છે.
ટ્વિટર ઉપર પાકિસ્તાનમાં કોહલીના પ્રશંસકની તસવીર ઘણી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં વિરાટનો ફેન રોડ ઉપર કોહલીની 18 નંબરની જર્સી પહેરીને બાઇક ચલાવતો જોવા મળે છે. જોકે જર્સીનો રંગ બ્લૂ નથી પણ લીલો છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની જર્સીનો રંગ પણ લીલો છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ 16 જૂને પાકિસ્તાન સામે મુકાબલો કરશે. ભારત અને પાકિસ્તાનની મેચને લઈને પ્રશંસકોમાં પણ જોરદાર ઉત્સાહ છે. આ મેચનીની બધી ટિકિટો વેચાઈ ગઈ છે. ભારત અને પાકિસ્તાનની મેચનો માહોલ ભારત અને ઇંગ્લેન્ડની મેચ કરતા પણ વધારે છે.Photo of the day. A Virat Kohli fan with his jersey number 18 spotted on the roads of Lahore. Picture via @sohailimrangeo pic.twitter.com/JuoX3NHZMu
— Mazher Arshad (@MazherArshad) June 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
સમાચાર
ગુજરાત
Advertisement