IPL ની વચ્ચે ખુશખબરીઃ લગ્નના 8 વર્ષ બાદ પિતા બન્યો સ્ટાર ક્રિકેટર, એક્ટ્રેસ પત્નીએ આપ્યો દીકરાને જન્મ
Cricketer Zaheer Khan: લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી, ઝહીર-સાગરિકાએ 2016 માં યુવરાજ સિંહ અને હેઝલ કીચના લગ્નમાં તેમના સંબંધો જાહેર કર્યા હતા

Cricketer Zaheer Khan: પોતાના સમયના ડેશિંગ ક્રિકેટર ઝહીર ખાનના ઘરે એક નાનકડા મહેમાનનું આગમન થયું છે. ઝહીરની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી સાગરિકા ઘાટગેએ એક પુત્રને જન્મ આપ્યો છે. આ સેલિબ્રિટી કપલે બાળકનું નામ ફતેહ સિંહ ખાન રાખ્યું છે.
ઝહીર-સાગરિકાએ 16 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેમના બાળકના આગમનની જાહેરાત કરી હતી. આ દંપતીએ એક સુંદર કૌટુંબિક ફોટો પણ શેર કર્યો છે, ફ્રેમમાં, ઝહીર ખાન તેના બાળકને ખોળામાં લઈ રહ્યો છે જ્યારે સાગરિકાએ ઝહીરના ખભા પર હાથ રાખ્યો છે.
View this post on Instagram
અભિનંદનનો વરસાદ
બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોઝ શેર કરતા, દંપતીએ લખ્યું, 'પ્રેમ, કૃતજ્ઞતા અને દૈવી આશીર્વાદ સાથે, અમે અમારા પ્રિય નાના બાળક, ફતેહ સિંહ ખાનનું સ્વાગત કરીએ છીએ.' આ કપલને હવે સોશિયલ મીડિયા પર ખુબ અભિનંદન મળી રહ્યા છે. અંગદ બેદીએ લખ્યું, 'વાહેગુરુ.' હરભજન સિંહે લખ્યું, 'તમને બંનેને અભિનંદન.' વાહેગુરુ તમારું ભલું કરે. પ્રજ્ઞા કપૂરે લખ્યું, 'અભિનંદન.'
2017 માં કર્યા હતા લગ્ન -
તાજેતરમાં સાગરિકા ઘાટગેએ જણાવ્યું હતું કે કેવી રીતે અલગ અલગ ધર્મના હોવા છતાં, તેમના લગ્ન પૂર્ણ થયા હતા અને તે પહેલાં તેમનો પ્રેમ ખીલી ઉઠ્યો હતો. સાગરિકા ઘાટગેએ જણાવ્યું કે ઝહીર ખાન વાત કરવામાં પણ ખચકાટ અનુભવતો હતો. આખરે 2017 માં તેમના લગ્ન થયા.
14 વર્ષની લાંબી કારકિર્દી
લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી, ઝહીર-સાગરિકાએ 2016 માં યુવરાજ સિંહ અને હેઝલ કીચના લગ્નમાં તેમના સંબંધો જાહેર કર્યા હતા. ભારત માટે ઘણી મેચ જીતનાર ઝહીર ખાને 2000 થી 2014 દરમિયાન 311 ટેસ્ટ, 282 ODI અને 17 T20 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે.
IPL 2025 માં LSG મેન્ટર
તે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં લખનૌ સુપરજાયન્ટ્સના માર્ગદર્શક છે. ઝહીરની દેખરેખ અને ઋષભ પંતની કેપ્ટનશીપ હેઠળ ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. એક ખેલાડી તરીકે, તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ જેવી ફ્રેન્ચાઇઝીનો ભાગ રહ્યો છે. જ્યાં તેના નામે ૧૦૦ મેચમાં ૧૦૨ વિકેટ છે.