Cancel IPL Trending: દિલ્હી કેપિટલ્સના ફિઝિયો બાદ ખેલાડી પણ કોરોના સંક્રમિત, આઈપીએલ રદ્દ કરવાની ઉઠી માંગ !
IPL 2022 News: સોશિયલ મીડિયા પર યુઝર્સ કેન્સલ આઈપીએલ 2022 હેશટેગનો ઉપયોગ કરીને ટ્વિટ કરી રહ્યા છે. ઘણા લોકો કોવિડને કારણે IPL રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે.
IPL 2022 Covid-19 Update: દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમમાં કોવિડ-19નો વધુ એક કેસ સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, ટીમનો એક ખેલાડી કોવિડ-19થી સંક્રમિત જોવા મળ્યો છે. આ પછી સોમવાર અને મંગળવારે RTPCR ટેસ્ટને કારણે આખી ટીમ ક્વોરેન્ટાઇનમાં રહેશે. આ સિવાય દિલ્હીની આગામી મેચ માટે તેની પુણેની ટ્રીપ પણ કોરોના સંક્રમણના કારણે રદ્દ કરવામાં આવી છે. હાલ દિલ્હીની ટીમ મુંબઈની તાજમહેલ પેલેસ હોટલમાં રોકાઈ રહી છે. કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ રિપોર્ટ આવે ત્યાં સુધી ખેલાડીઓએ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. આ પહેલા શુક્રવારે દિલ્હી સ્થિત ફિઝિયોથેરાપિસ્ટ પેટ્રિક ફરહાર્ટ કોવિડ-19થી સંક્રમિત જોવા મળ્યા હતા.
આ માહિતી સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ કેન્સલ આઈપીએલ 2022 હેશટેગનો ઉપયોગ કરીને ટ્વિટ કરી રહ્યા છે. ઘણા લોકો કોવિડને કારણે IPL રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે. આ હેશટેગ હાલમાં ટ્વિટર પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે. આટલું જ નહીં, ઘણા લોકો આ અંગે સોશિયલ મીડિયા પર મીમ્સ પણ શેર કરી રહ્યા છે. આઈપીએલની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે અને તેના વિશે હેશટેગ્સ વારંવાર ટ્રેન્ડ કરે છે. હવે દિલ્હીની ટીમનો કોવિડ રિપોર્ટ કેવો આવશે તે જોવું રહ્યું.
"Cancel IPL" is trending,now people will say I am a CSK fan so that's why saying that,but, it's serious,cases of COVID has started rising again, so we need to Cancel this IPL as we have big tournaments and events.@BCCI @JayShah @IPL #IPL2022
— DeeKay 2.O (@its_deekay1) April 18, 2022
દિલ્હી કેપિટલ્સની આગામી મેચ માટે BCCI સાથે ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને પંજાબ સામેની તેમની મેચ વિશે ચર્ચા ચાલી રહી છે, આ મેચ બુધવારે એમસીએ સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે. હાલમાં ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી પાંચ મેચમાં ત્રણ હાર સાથે IPL પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. શનિવારે ટીમે વાનખેડે સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેચ રમી હતી, જેમાં દિલ્હીને 16 રને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બધાની નજર આગળના અપડેટ્સ પર છે.
Cancel IPL pic.twitter.com/oATx6WUbJL
— ∆ 🅱️ H ī 👑 (@AbhiPandit45) April 18, 2022