IPL 2023 Final: ગુજરાત-ચેન્નઈની એક તસવીરથી મચી બબાલ, ફેંસે કહ્યું- ‘ફિક્સ છે મેચ’
IPL 2023: રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકો પહોંચ્યા હતા. પરંતુ વરસાદના કારણે મેચ શરૂ થઈ શકી ન હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ફોટો ખૂબ જ વાયરલ થયો હતો.
GT vs CSK IPL 2023 Final Ahmedabad: ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની IPL 2023ની ફાઈનલ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે. અને આજે રિઝર્વ ડે પર મેચ રમાડવાનો નિર્ણય કરાયો છે. દર્શકોને ખાસ અપીલ કરાઈ હતી કે તેમની ટિકિટ સાચવી રાખે. 29મેના રોજ રમાનારી મૅચ દરમ્યાન આ ટિકિટ માન્ય ગણાશે તેવી BCCI દ્વારા જાહેરાત કરાઈ હતી.
રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકો પહોંચ્યા હતા. પરંતુ વરસાદના કારણે મેચ શરૂ થઈ શકી ન હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ફોટો ખૂબ જ વાયરલ થયો હતો, જેણે થોડી ક્ષણો માટે ટ્વિટર પર હલચલ મચાવી દીધી હતી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની એક LED સ્ક્રીન પર, ચેન્નાઈ સુપર કિંગ્સને રનર્સ અપ તરીકે જાહેર કરવામાં આવી હતી. કોઈએ તેનો ફોટો ક્લિક કર્યો અને ટ્વિટર પર શેર કર્યો. આ ફોટો થોડી જ વારમાં વાયરલ થઈ ગયો. તેના પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. કેટલાક ટ્વિટર યુઝર્સે મેચને ફિક્સ ગણાવી હતી. કેટલાક યુઝર્સે આના પર આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું હતું.
It's fixed that csk will be runner up😭😭😭😥 pic.twitter.com/QN7wR4sLmD
— Masudreza shaikh (@ShaikhMasud1811) May 28, 2023
— Nishant Dadhich (@nishant_dadhich) May 28, 2023
ઉલ્લેખનીય છે કે, IPL 2023ની ફાઇનલ મેચ રવિવારે સાંજે 7.30 વાગ્યાથી રમવાની હતી. પરંતુ વરસાદે મેચ શરૂ થવા દીધી ન હતી. આઈપીએલ ફાઈનલને લઈને ઘણા પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા છે. જો મેચ વરસાદથી પ્રભાવિત થાય તો ઓવર કપાતનો નિયમ છે. ઓવરો સમય સાથે ઘટાડી શકાય છે. જો મેચ 5-5 ઓવરની પણ ન હોય તો સુપર ઓવર થઈ શકે છે. જો આ પણ શક્ય ન હોય તો મેચ રિઝર્વ ડે પર રમાય છે. રવિવારે સુપર ઓવરની સ્થિતિ નહોતી. આ કારણે સોમવારે મેચ યોજાશે.
Runner up 😆#CSK pic.twitter.com/SCF8IY4Qba
— Rohit Yadav (@rohityadav1098) May 28, 2023
ધોનીની કેપ્ટનશીપમાં 10મી ફાઈનલ રમશે ચેન્નઈ
ચેન્નઈ સુપર કિંગ આઈપીએલમાં અત્યાર સુધી ધોનીની કેપ્ટનશીપમાં 9 વખત ફાઈનલ રમી ચુક્યો છે. જેમા ટીમે 4 માં જીત મેળવી ટાઇટલ જીત્યું હતું અને 5 ટાઇટલ મેચ હારી હતી. આજે સીએસકે ધોનીની કેપ્ટનશીપમાં 10મી વખત ફાઈનલ મુકાબલો જામશે. જો ચેન્નઈ આ મેચ જીતી લે છે તો સૌથી વધારે 5 રેકોર્ડ જીતવામાં મુંબઈ ઈન્ડિયનની બરાબરી કરી લેશે. ચેન્નઈ અત્યાર સુધી 4 ટ્રોફી જીતી ચુક્યુ છે.