IPL 2023: ફ્રીમાં જોઇ શકાશે આઇપીએલની 16મી સીઝનની તમામ મેચ? 31 માર્ચે રમાશે ગુજરાત અને ચેન્નઇ વચ્ચેની પ્રથમ મેચ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 31 માર્ચથી શરૂ થઈ રહી છે. IPLની 16મી સીઝનની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે
IPL 2023 Free Online Streaming: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 31 માર્ચથી શરૂ થઈ રહી છે. IPLની 16મી સીઝનની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. IPL 2023માં 52 દિવસમાં કુલ 74 લીગ મેચો રમાશે. સીઝનની પ્રથમ ડબલ હેડર મેચ 1 એપ્રિલે રમાશે. IPLની 16મી સીઝનની ખાસિયત એ છે કે આ વખતે ક્રિકેટ ચાહકોને IPLનું લાઈવ સ્ટ્રીમિંગ જોવા માટે પૈસા ખર્ચવા પડશે નહીં. તેઓ તેમના મોબાઈલ ફોન પર IPL 2023 ની તમામ મેચો મફતમાં માણી શકશે, કારણ કે બ્રોડકાસ્ટરના ભાગીદાર દ્વારા તમામ મેચો નિઃશુલ્ક ઑનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આઇપીએલ 2023 મોબાઇલ-લેપટોપ પર મફત
ગયા વર્ષની જેમ આ વખતે પણ Disney + Hotstar IPL મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ કરશે નહીં. તેની જગ્યાએ Viacom 18 ને ભારતમાં લાઇવ સ્ટ્રીમ કરવાના અધિકારો મળ્યા છે. Viacom18 એ BCCI પાસેથી આ પ્રસારણ અધિકારો રૂ. 20,500 કરોડમાં ખરીદ્યા છે જ્યારે ગયા વર્ષની જેમ આ વખતે પણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ભારતમાં ટીવી પર IPL મેચોનું લાઈવ પ્રસારણ કરશે.
આથી Jio સિનેમા એપ ભારતમાં યુઝર્સ માટે IPL 2023 ની મેચોનું લાઇવ સ્ટ્રીમ કરશે. માત્ર લાઇવ સ્ટ્રીમિંગ જિયોના સબ્સ્ક્રાઇબર્સ જ નહીં પરંતુ તમામ ટેલિકોમ પ્રદાતાઓના યુઝર્સ Jio સિનેમામાં લૉગ ઇન કરીને IPL 2023 મેચનો આનંદ માણી શકે છે. જિયો સિવાયના યુઝર્સે પણ લાઈવ મેચ જોવા માટે કોઈ વધારાની રકમ ખર્ચવાની જરૂર નથી. આ સિવાય યુઝર્સ Jio સિનેમા એપ દ્વારા ટીવી પર લાઈવ મેચ પણ જોઈ શકે છે, જ્યારે વેબસાઈટ દ્વારા લેપટોપ પર ફ્રીમાં લાઈવ મેચનો આનંદ લઈ શકાય છે.
ટીવી પર IPL 2023 લાઈવ કેવી રીતે જોઇ શકાશે
ટીવી રાઇટ્સ પેકેજ A હેઠળ વેચવામાં આવે છે, જે BCCI દ્વારા ભારતીય બ્રોડકાસ્ટર્સને ઓફર કરવામાં આવે છે. ગયા વર્ષે જૂનમાં વર્ષ 2023 થી 2027 માટે પ્રસારણ અધિકારોની હરાજી કરવામાં આવી હતી. સ્ટાર નેટવર્કે આગામી પાંચ વર્ષ માટે ભારતમાં ટીવી પ્રસારણ અધિકારો ખરીદવા માટે BCCIને રૂ. 23,575 કરોડ ચૂકવ્યા. પેકેજ A હેઠળ સ્ટાર નેટવર્ક વર્ષ 2023 અને 2024માં 74-74 મેચોનું પ્રસારણ કરશે જ્યારે 2025 અને 2026માં 84 મેચોનું પ્રસારણ કરવામાં આવશે. જ્યારે 2027માં તે 94 મેચોનું પ્રસારણ કરશે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક આઇપીએલ મેચોનું ટીવી પર લાઇવ પ્રસારણ કરશે.