શોધખોળ કરો
Advertisement
ક્રિકેટના મેદાન પર શું ફરી રમતો જોવા મળશે એબી ડિવિલિયર્સ? જાણો વિગતે
ક્રિકેટમાં 360 ડિગ્રી તરીકે ઓળખાતા વિસ્ફોટક બેટ્સમેન એબી ડી વિલિયર્સને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.
નવી દિલ્હી: ક્રિકેટમાં 360 ડિગ્રી તરીકે ઓળખાતા વિસ્ફોટક બેટ્સમેન એબી ડી વિલિયર્સને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમના નવા કોચ માર્ક બાઉચરે કહ્યું, એબી ડી વિલિયર્સ સાથે નિવૃત્તિમાંથી બહાર આવવા મુદ્દે વાત કરશે. કોચ માર્ક બાઉચરે કહ્યું,ઘણા અન્ય ખેલાડીઓ સાથે પણ વાત કરવામા આવશે. ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષે યોજાનારા T-20 વર્લ્ડ કપમાં ડી વિલિયર્સ રમી શકે છે.
કોચ માર્ક બાઉચરે કહ્યું, વર્લ્ડ કપમાં ટીમને શ્રેષ્ઠ ખેલાડીઓની જરૂર હોય છે. મને લાગે છે કે ડી વિલિયર્સ શ્રેષ્ઠ ખેલાડી છે તો તેની સાથે વાત કેમ ના કરું હું અન્ય ખેલાડીઓ સાથે પણ વાત કરીશ.
ડી વિલિયર્સે ગત વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની લીધી હતી. હાલ તે વિવિધ T-20 લીગમાં રમી રહ્યો છે. ડી વિલિયર્સ T-20માં 285 ઈનિંગ્સમાં 37ની એવરેજથી 5639 રન બનાવ્યા છે. બાઉચર કોલપાક ડીલ સાઈન કરી વિદેશમાં રમતા ખેલાડીઓ સાથે પણ વાત કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion