શોધખોળ કરો
ગુજરાતના આ શહેરમાં PI અને PSIને અઠવાડિયામાં એકવાર મળશે Week Off, જાણો કયા પોલીસ કમિશ્નરે લીધો નિર્ણય

1/4

પીઆઈ અને બાકી રહેતા પીએસઆઈને રોટેશન મુજબ જુદા-જુદા દિવસો નક્કી કરી વીકલી ઓફ આપવામાં આવશે અને વીકલી ઓફનું પત્રક કમિશનર કચેરીએ મોકલવાનું રહેશે. વીકલી ઓફના દિવસે હેડક્વોર્ટર છોડી શકાશે નહીં તેમ જ કોઈ રજા સાથે આવા વીકલી ઓફના દિવસને સેટિંગ કરી શકાશે નહીં તેમ કમિશનરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
2/4

પોલીસ કમિશનરની યાદીમાં જણાવાયું છે કે, પુખ્ત વિચારણાના અંતે સુરતમાં ફરજ બજાવતાં 50 પીઆઈ અને 207 પીએસઆઈને અઠવાડીયામાં એક વીકલી ઓફ આપવામાં આવશે. જે મુજબ દર રવિવારે પોલીસ સ્ટેશના અધિકારીને વીકલી ઓફ રહેશે અને તે દરમિયાન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ જે તે પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઈન્સપેક્ટર અથવા પોલીસ સબ ઈન્સપેક્ટર સંભાળશે. આ સેકન્ડ પીઆઈ અથવા પીએસઆઈ રવિવાર સિવાયના દિવસે વિકલી ઓફ રાખશે.
3/4

કમિશનર સતિષ શર્માએ જણાવ્યું હતું કે, પોલીસ કર્મીઓને રજાના લાભ તો મળે જ છે. પરંતુ આ રજા રાખવાની વાત છે. અગાઉ જ્યારે તેઓ વડોદરામાં પોલીસ કમિશનર હતા ત્યારે વીક ઓફ અંગે નિર્ણય લીધો હતો.
4/4

સુરત: ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામ નાઈક દ્વારા પોલીસ કર્મીઓને વીક ઓફ આપવાના નિર્ણય બાદ મધ્યપ્રદેશમાં પણ નવી બનેલી કમલનાથ સરકાર દ્વારા પોલીસ માટે રજાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે સુરત પોલીસ કમિશનર સતીષકુમાર શર્માએ પણ સુરતમાં ફરજ બજાવતાં પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ ઈન્સ્પેક્ટરને દર અઠવાડીએ એક રજા આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
Published at : 09 Jan 2019 08:33 AM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement