(Source: ECI/ABP News/ABP Majha)
7000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં આ કંપનીએ લૉન્ચ કર્યો હૂબહૂ iPhone 13 જેવી ડિઝાઇન વાળો ફોન, જાણો ફિચર્સ.............
આ ફોન હૂબહૂ ડિઝાઇનમા આઇફોન 13 જેવો ફ્લેટ ફેમ વાળો દેખાય છે. કેમેરા મૉડ્યૂલ અને સેલ્ફી માટે આમાં નૉચ છે.
નવી દિલ્હીઃ સ્માર્ટફોન માર્કેટમાં એપલ કંપનીના આઇફોનનો એક અલગ જ ક્રેઝ છે. આઇફોન લવર હંમેશા આઇફોન જ યૂઝ કરે છે. આઇફોનની સામે ઘણીબધી કંપનીઓએ ટક્કર આપવા માટે પોતાના એન્ડ્રોઇડ ફોનમાં લેટેસ્ટ ફિચર્સ એડ કર્યા છતાં આઇફોનની ટક્કરમાં હજુ સુધી કોઇ હેન્ડસેટ ટક્યો નથી. હવે આ વાતથી કંટાળીને ચીની સ્માર્ટફોન મેકર કંપનીએ એક નવો જ અખતરો કર્યો છે. તેને આઇફોન ડિઝાઇન વાળો હૂબહૂ ફોન લૉન્ચ કરી દીધો છે.
ચીની સ્માર્ટફોન મેકર કંપની જિઓની (Gionee) એ શુક્રવારે (29 જાન્યુઆરી, 2022)એ પોતાના તે મૉડલને લૉન્ચ કરી દીધુ, જેની ડિઝાઇન હૂબહૂ અમેરિકન કંપની એપલ (Apple) ના આઇફોન 13 (iPhone 13) જેવી જ છે. રોચક વાત એ છે કે આ એકદમ સસ્તો છે. આ ફોનની કિંમત કંપનીએ માત્ર 7000 રૂપિયાની અંદર જ રાખી છે. આ ફોનનુ નામ છે જિઓની જી13 પ્રૉ.
કેવા છે ફિચર્સ
Gionee G13 Proના ફિચર્સની વાત કરીએ તો , આ ફોન હૂબહૂ ડિઝાઇનમા આઇફોન 13 જેવો ફ્લેટ ફેમ વાળો દેખાય છે. કેમેરા મૉડ્યૂલ અને સેલ્ફી માટે આમાં નૉચ છે. આ ફોન હાર્મની ઓપરેટિંગ સિસ્ટમ (HarmonyOS) પર ચાલે છે અને આ યૂનિસૉક એસઓસી (Unisoc T310 SoC) દ્વારા સંચાલિત છે.
ફોનમાં 4જીબી રેમ અને 128જીબી સુધી સ્ટૉરેજ મળે છે. કંપનીએ આ મૉડલમાં Smart Mode આપ્યુ છે. જ્યારે Elderly Modeનો ઓપ્શન પણ છે. આ ફોનમાં 6.26 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે છે. આમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ છે. જેમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને સેકન્ડમાં મેક્રો સેન્સર છે. સેલ્ફી માટે આમાં 5 મેગાપિક્સલનો કેમેરો આપ્યો છે.
કનેક્ટિવિટી માટે આમાં 4G LTE, વાઇફાઇ, બ્લૂટુથ, યુએસબી, ટાઇપ સી પોર્ટ અને 3.5 મીમી હેડફોન જેક છે. આ ઉપરાંત ફોનમાં 3,500mAhની બેટરી આપવામાં આવી છે. ફોનનુ વજન 195 ગ્રામ છે.
શું છે કિંમત-
ફોનના 4GB + 32GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત CNY 529 એટલે કે લગભગ 6,200 રૂપિયા છે. વળી 4GB + 128GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત CNY 699 છે. જે લગભગ 8,200 રૂપિયા છે
આ ફોનને કંપની ત્રણ કલર ઓપ્શનમાં લૉન્ચ કર્યો છે, જેમાં ફર્સ્ટ સ્નો ક્રિસ્ટલ, સી બ્લૂ અને સ્ટાર પાર્ટી પર્પલ સામેલ છે.
આ પણ વાંચો........
'તારક મહેતા.....' સીરિયલમાંથી હવે જેઠાલાલ પણ નીકળી જશે ? જાણો વિગતે
ખેડૂતો માટે ખુશખબર, જાંબુની ખેતી કરતા ધરતીપુત્રોને પણ મળશે સબસિડી
Cabinet Secretariat Recruitment: કેબિનેટ સચિવાલયમાં નોકરી મેળવવાનો સોનેરી મોકો, મળશે તગડો પગાર
જો તે સમયે DRS હોત તો સચિને એક લાખ રન બનાવ્યા હોત, જાણો કયા પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ કહ્યું આમ
Exit Polls: ચૂંટણી પંચે એક્ઝિટ પોલ્સને લઈ શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત