બારડોલીઃ ભાજપ નેતાના પુત્ર-પુત્રવધુની દાદાગીરી CCTV કેમેરામાં કેદ, મહિલા પોલીસને માર્યો માર
સુરત: સુરતમાં ભાજપના નેતાના દીકરાની દાદાગીરી જોવા મળી હતી. સુરત જિલ્લા ભાજપ ઉપપ્રમુખના પુત્રએ બારડોલીમાં ટ્રાફિક બ્રિગેડની મહિલાકર્મી સાથે બબાલ કરી હતી. ભાજપ નેતાના પુત્રવધૂએ મહિલાકર્મીને ગાલ પર તમાચો મારીને હાથ મચોડી નાખ્યો હતો.
બારડોલીમાં શિવશક્તિ સોસાયટીમાં રહેતા અલ્પાબેન જયંતીભાઇ ઢોડિયા બારડોલીમાં લીમડાચોક વિસ્તારમાં ટ્રાફિક નિયમન માટે ફરજ બજાવતા હતા, ત્યારે સુરત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરત દવેનો પુત્ર સેતુલ દવે, તેની પત્ની અને લીલા કલરનું ટી-શર્ટ પહેરેલો કાર નંબર (જીજે-૧૯-એફ-૯૯) લીમડાચોક વિસ્તારમાંથી પસાર થતા હતા અલ્પાબેને તેમની કાર અટકાવતા ગુસ્સે થયેલા સેતુલ, તેની પત્ની અને યુવકે કારમાંથી નીચે ઊતરીને તેની સાથે ગાળાગાળી શરૂ કરી હતી. ગુસ્સે ભરાયેલા સેતુલની પત્નીએ અલ્પાબેનને ગાલ પર તમાચો મારીને હાથ મચોડી નાખ્યો હતો.
ભાજપ નેતાના પુત્રએ સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.