Gujarat Rains | નર્મદા જિલ્લાના કરજણ ડેમના 2 દરવાજા 2.80 મીટર ખોલતા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા
નર્મદા જિલ્લાના કરજણ ડેમમાં નવા નીરની આવક. ડેડીયાપાડા અને સાગબારામાં ભારે વરસાદના કારણે ડેમના બે દરવાજા 2.80 મીટર ખોલી કરજણ નદીમાં પાણી છોડાયું. કરજણ ડેમની કુલ સપાટી 115.25 મીટર છે..સવારે ડેમની સપાટી 105.72 મીટર પર પહોંચી. ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે ડેમમાં હાલ 22 હજાર ક્યુસેક પાણીની આવક. ડેમમાંથી પાણી છોડતા રાજપીપળા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ધાનપોર સહિતના નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા.
નર્મદાનાં કરજણ ડેમના 3 ગેટ 2.80 મીટર ખોલાયા છે. કરજણ ડેમમાંથી 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. દર કલાકે ડેમની સપાટી 105.72 મીટર પહોંચે છે. નદી કાંઠા વિસ્તારના 9 ગામોને સાવચેતીના ભાગ રૂપે એલર્ટ કરાયા છે. તો તંત્ર સેન્ડબાય કરાયું છે. ndrf અને sdrf ની ટીમ પણ નર્મદા સેન્ડબાય કરવામાં આવ્યું છે. નર્મદાના કરજણ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ભરૂચ નર્મદાની જીવાદોરી ગણાતા કરજણ ડેમમાં સીઝનમાં પહેલી વાર ડેમમાં પાણીની આવક થતા ડેમના ત્રણ ગેટ ખોલવામાં આવ્યા છે