Gujarat suicide Case: ગુજરાતમાં આત્મહત્યાની આજે 4 ઘટનાઓ બની
કચ્છના ગાંધીધામમાં પોલીસ કૉન્સ્ટેબલે કરી લીધી આત્મહત્યા. 37 વર્ષીય ચંદ્રપાલસિંહ જાડેજાએ પોતાના વતન સાંધાણ ગામમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.. ભાવનગરમાં એક વ્યક્તિએ ખાનગી બસમાં ગળેફાંસો ખાઈને કરી લીધી આત્મહત્યા.. મૃતક કમલેશભાઈ લશ્કરી બોટાદના હરિપર ગામમાં રહેતા. પોતાના સંબંધીને મળવા ભાવનગર આવ્યા હતા. જો કે, ઘરે ન પહોંચતા ગઈકાલથી રાતથી તેઓ લાપતા હતા. આજે ભાવનગર શહેરમાં વિઠ્ઠલવાડી પાસે ઉભી એક ખાનગી બસમાં તેમનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. સુરેન્દ્રનગરના લીંબડીમાં રાજકોટના એક વેપારીએ કરી લીધી આત્મહત્યા. રાજકોટના 4 સોની વેપારીઓએ મરવા માટે મજબૂર કર્યાની લીંબડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. મૃતકના પુત્રને ચોરીના ખોટા કેસમાં ફસાવી સોની વેપારીઓએ તોડ કર્યાનો આરોપ છે. વડોદરાના માંજલપુરમાં પરણિતાએ સાતમાં માળેથી કૂદીને કરી લીધી આત્મહત્યા. મનીષા કદમ નામની મહિલાના 18 વર્ષ પહેલાં લગ્ન થયા હતા... આત્મહત્યાનું કારણ હજુ સુધી અકબંધ છે.