ડબલ માસ્ક કોરોના સંક્રમણ રોકવામાં કેટલા ટકા અસરકારક? જાણો શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. નવા કેસની તુલનામાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે માસ્ક પહેરવાથી કોરોનાના સંક્રમણને વધુ અટકાવી શકાય છે. પરંતુ દેશમાં જ્યારે કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે તજજ્ઞો અને હેલ્થ એજંસીઓ લોકોને ડબલ માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યાં છે. તજજ્ઞો અને હેલ્થ એજંસીઓનું માનવું છે કે ડબલ માસ્ક પહેરવાથી કોરોના સંક્રમણ રોકવામાં 90 ટકા કરતા પણ વધુ અસરકારક છે. પણ ડબલ માસ્ક પહેરવાને લઈને નાગરિકોએ કેટલુક ધ્યાન પણ રાખવુ જોઈએ. એક સાથે બે માસ્ક પહેરતા સમયે એક સર્જિકલ અને એક કપડાનું માસ્ક પહેરવુ જોઈએ.. કપડાના બે માસ્ક પણ એકની ઉપર એક પહેરી શકાય.



















