શોધખોળ કરો
Advertisement
સુરતમાં ખાનગી હોસ્પિટલોની લૂંટ, મહત્તમ દર નક્કી છતા હોસ્પિટલો ફટકારે છે તોતિંગ બિલ
સુરત માં કોરોના કહેરમાં ખાનગી હોસ્પિટલ લૂંટ ચલાવતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ખાનગી હોસ્પિટલ દ્વારા 11.50 લાખ નું બિલ આપવામાં આવ્યું છે જ્યારે યોગ્ય સારવાર કરવામાં ન આવી હોવાનું જણાવાયું છે. સુરત ના ઝાંપા બજાર માં રહેતા હૈદર શેખ ને કોરોના થયો હતો, ત્યારે હોસ્પિટલમાં ચાલતા ગયેલા હૈદર ભાઈ સ્ટ્રેચર પર ઘરે આવ્યા હોવાનો આરોપ છે. 24 દિવસ કોરોના સારવાર ચાલી હતી જેમાં ડોક્ટર હૈદર ભાઈ ને કોરોના વોર્ડ માં કોઈ જોવા માટે ન આવતા હતા. માત્ર વોર્ડ બોય દૂર થી જોઈ રવાના થઈ જતો હોવાનો આરોપ હૈદર ભાઈએ લગાવ્યો છે. કુલ 11.50 લાખ નું બિલ હોસ્પિટલ સંચાલક દ્વારા હૈદર ભાઈ ને આપવામાં આવ્યું હતું. કોરોના વોર્ડ માં દાખલ હૈદર ભાઈ ને ટોઇલેટ સાફ કરવા માટે પણ કોઈ કર્મચારી નહીં હોવાનો આરોપ છે. ઉપરાંત કોરોના દર્દીને ડરાવી ધમકાવી રાખવામાં આવતો હોવાનો જણાવાયું છે. જોકે હૈદર ભાઈ એ અન્ય કોઈ પરેશાન ન થાય તે માટે સરકાર ને અપીલ કરી છે અને આવી હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે...
સુરત
Surat news: સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયું
Surat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
Surat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ
Surat News: કતારગામમાં નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ, પીક-અપ વાનચાલકે 150 મીટર ઢસડતાં આધેડનું મોત..
Surat Murder Case: સુરતમાં ગુનેગારોનો પોલીસને ખુલ્લો પડકાર, ચોકબજારમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાથી ખળભળાટ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion