(Source: ECI/ABP News/ABP Majha)
મોડાસાના હજીરા વિસ્તારમાં શંકાસ્પદ ચોખાના કટ્ટા ભરેલી ટ્રક ઝડપાઇ
માલપુરથી શંકાસ્પદ ચોખાના કટ્ટા ભરી હિંમતનગર તરફ ટ્રક જતી હતી. ટ્રકમાં 380 જેટલા શંકાસ્પદ ચોખાના કટ્ટા ભરેલી ટ્રક ઝડપાતા તપાસ હાથ ધરવામાં આવી છે
Agriculture News: મોડાસાના હજીરા વિસ્તારમાં શંકાસ્પદ ચોખાના કટ્ટા ભરેલી ટ્રક ઝડપાઇ છે. 'ભારત સરકાર કે સૌજન્ય સે' લખેલી કટ્ટા ભરેલી ટ્રક ઝડપતા તપાસ હાથ ધરવામાં આવી છે. જેને લઈ જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. માલપુરથી શંકાસ્પદ ચોખાના કટ્ટા ભરી હિંમતનગર તરફ ટ્રક જતી હતી. ટ્રકમાં 380 જેટલા શંકાસ્પદ ચોખાના કટ્ટા ભરેલી ટ્રક ઝડપાતા તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લા પુરવઠાની ટીમે ટ્રકને સિઝ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં 1 ડિસેમ્બરે 19 જિલ્લાની 89 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન
- કચ્છ જિલ્લો : બેઠકોના નામ : અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર
- સુરેન્દ્રરનગર જિલ્લો : બેઠકોના નામ : દસાડા (SC), લીમડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા
- મોરબી જિલ્લો : બેઠકોના નામ : મોરબી, ટંકારા, વાંકાનેર
- રાજકોટ જિલ્લો : બેઠકોના નામ : રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્વિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી
- જામનગર જિલ્લો : બેઠકોના નામ : કાલાવડ, જામનગર (ગ્રામ્ય), જામનગર (ઉત્તર), જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
- દેવભૂમિ દ્વારકા જિલ્લો : બેઠકોના નામ : ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
- પોરબંદર જિલ્લો : બેઠકોના નામ : કુતિયાણા, માણાવદર
- જૂનાગઢ જિલ્લો : બેઠકોના નામ : જૂનાગઢ, વીસાવદર, કેશોદ, માંગરોળ
- ગીર-સોમનાથ જિલ્લો : બેઠકોના નામ : સોમનાથ, તલાલા, કોડિનાર, ઉના
- અમરેલી જિલ્લો : બેઠકોના નામ : ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા
- ભાવનગર જિલ્લો : બેઠકોના નામ : મહુવા, તળાજા, ગારિયાધર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્વિમ
- બોટાદ જિલ્લો : બેઠકોના નામ : ગઢડા (SC), બોટાદ
- નર્મદા જિલ્લો : બેઠકોના નામ : નાંદોદ (ST), દેડિયાપાડા (ST)
- ભરૂચ જિલ્લો : બેઠકોના નામ : જંબુસર, વાગરા, ઝઘડિયા (ST), ભરૂચ, અંકલેશ્વર
- સુરત જિલ્લો : બેઠકોના નામ : ઓલપાડ, માંગરોળ (ST), માંડવી, કામરેજ, સૂરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી (SC), મહુવા ST
- તાપી જિલ્લો : બેઠકોના નામ : વ્યારા (ST), નિઝર (ST)
- ડાંગ જિલ્લો : બેઠકોના નામ : ડાંગ (ST)
- નવસારી જિલ્લો : બેઠકોના નામ: જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા (ST)
- વલસાડ જિલ્લો : બેઠકોના નામ : ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ (ST)
13 બેઠક SC, 27 બેઠક ST સહિત કુલ 40 બેઠક અનામત
ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 40 બેઠકો અનામત છે. જેમાં 13 બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અને 27 બેઠક અનુસૂચિત જનજાતિ ( ST) અનામત રહેશે. ગતા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 99 અને કોંગ્રેસને 77 બેઠક મળી હતી, જ્યારે BTPને 2 સીટ અને 4 સીટ પર અપક્ષ જીત્યા હતા.
2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાંથી ભાજપને 23, કોંગ્રેસને 30 બેઠક મળી હતી
સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 54 વિધાનસભા બેઠક છે. જેમાંથી ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 23 બેઠક મળી હતી. જ્યારે, ૩૦ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો. એકમાત્ર NCPને મળી હતી.