તાલુકા પંચાયતની વાત કરીએ તો અમદાવાદના 4, પાટણના 4, મહિસાગરના 11, ભાવનગરના 10, રાજકોટના 25, ભરુચના 1, કચ્છના 6, અરવલ્લીના 8, જામનગરના 22, જુનાગઢના 11, બોટાદના 7, સુરેન્દ્રનગરના 11, અમરેલીના 6, સાબરકાંઠાના 9, નર્મદાના 3, ગીર સોમનાથના 1, છોટાઉદેપુરના 2 અને ડાંગના એક સભ્યને સસ્પેન્ડ કર્યા છે.
2/3
જિલ્લા પંચાયતની વાત કરીએ તો અમદાવાદમાંથી 6, વડોદરાના 3, દાહોદના 8, પાટણના 8, મહિસાગરના 3, ભાવનગરના 3, રાજકોટના 2 અને ભરુચના બે સભ્યોને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા છે. આ તમામ સભ્યોએ જિલ્લા પંચાયતની પ્રમુખની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ મતદાન કર્યું હતું.
3/3
અમદાવાદઃ તાલુકા-જિલ્લા પંચાયતમાં પક્ષ વિરુદ્ધ મતદાન કરનારા સામે કોંગ્રેસે ગેરશિસ્તના પગલા ભર્યા છે. કોંગ્રેસે જિલ્લા પંચાયતના 35 અને તાલુકા પંચાયતના 142 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. આમ કુલ 177 સભ્યોને સસ્પેન્ડ કરવાનો આદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આપ્યો છે.