જેને પગલે ફરિયાદીના વકીલ અનિરૂદ્ધસિંહ રાઠોડે દલીલ કરી હતી કે, પુરષોત્તમ સોલંકીએ હાઈકોર્ટના હુકમનું પાલન નથી કર્યું જેથી તેમની સામે વોરંટ ઈશ્યૂ થવો જોઈએ. જેને પગલે જજ આર. એમ. વોરાએ મંત્રી પુરષોત્તમ સોલંકી સામે વોરંટ ઈશ્યૂ કરીને વધુ સુનાવણી બીજી માર્ચના રોજ મુલતવી કરી હતી.
2/4
આ કેસમાં ગાંધીનગર સ્પેશિયલ એન્ટી-કરપ્શન કોર્ટે પુરષોત્તમ સોલંકીને સમન્સ પાઠવ્યા હતા. જેની સામે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી જે રદ્દ થતાં શુક્રવારે ગાંધીનગરની એન્ટી કરપ્શન કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે પુરષોત્તમ સોલંકી કે તેમના વકીલ કોઈ પણ હાજર રહ્યાં ન હતા.
3/4
ઉલ્લેખનિય છે કે, 400 કરોડનાં ફિશરીઝ કૌભાંડમાં મંત્રી પુરષોત્તમ સોલંકીએ સ્પેશિયલ એન્ટી-કરપ્શન કોર્ટે પાઠવેલા સમન્સ રદ્દ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેને જસ્ટિસ જે.બી.પારડીવાલાએ ફગાવીને તેઓને 2 અઠવાડિયામાં ગાંધીનગર કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો હતો.
4/4
અમદાવાદઃ 400 કરોડના કથિત ફિશરીઝ કૌભાંડમાં રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પુરષોત્તમ સોલંકીની મુશ્કેલીમાં વધારો થયો છે. ગાંધીનગરની સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે મંત્રી પુરષોત્તમ સોલંકી સામે વોરંટ ઈશ્યૂ કર્યું છે.