શોધખોળ કરો

EV Care Tips : વરસાદમાં ઈલેક્ટ્રિક વાહનો પર કેમ મંડરાય છે ખતરો?

વરસાદની મોસમમાં ઇલેક્ટ્રિક વાહનોની જાળવણી એ એટલું મુશ્કેલ કામ નથી. પરંતુ તેના માટે તમારે આ ટિપ્સ ફોલો કરવી પડશે, જેથી તમારી ઇલેક્ટ્રિક કાર સુરક્ષિત રહેશે.

Electric Car Care Tips in Rainy Season: ચોમાસું આવતાની સાથે જ કારમાલિકોનું ટેન્શન પણ વધવા લાગે છે, જેના કારણે માત્ર રસ્તાઓ પર ખાડા જ નહીં, પરંતુ કેટલાક સ્થળોએ પાણી ભરાયેલા રસ્તા, બેઝમેન્ટ પાર્કિંગ અને પૂર જેવી સ્થિતિ પણ જોવા મળે છે. જેના કારણે વાહનોને ભારે નુકસાન થવાની સંભાવના છે. ઇલેક્ટ્રિક વાહનોના માલિકો આને લઈને વધુ ચિંતિત છે.

જો કે, વરસાદની મોસમમાં ઇલેક્ટ્રિક વાહનોની જાળવણી એ એટલું મુશ્કેલ કામ નથી. પરંતુ તેના માટે તમારે આ ટિપ્સ ફોલો કરવી પડશે, જેથી તમારી ઇલેક્ટ્રિક કાર સુરક્ષિત રહેશે.

ચાર્જરને યોગ્ય રીતે હેન્ડલ કરો

વરસાદની ઋતુમાં ઈલેક્ટ્રિક વાહનોની જાળવણી માટે સૌ પ્રથમ અને સૌથી અગત્યની બાબત એ છે કે, તેના ચાર્જિંગ સાધનોની સલામતી. જ્યારે ચાર્જિંગ સ્ટેશન ખુલ્લામાં ઇન્સ્ટોલ કરેલું હોય અથવા તમે પોર્ટેબલ ચાર્જરનો ઉપયોગ કરી રહ્યાં હોવ ત્યારે આ ખાસ કરીને મહત્વનું બની જાય છે. કારણ કે જો તેમાં પાણી જાય તો શોર્ટ સર્કિટ થઈ શકે છે.

બેટરી ચેક કરતા રહો

બેટરી એ ઇલેક્ટ્રિક કારનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. એટલા માટે સમય સમય પર તેની તપાસ કરતા રહેવું સૌથી મહત્વપૂર્ણ બની જાય છે. જુઓ તેના કનેક્ટરને નુકસાન થયું છે કે કેમ, આ સિઝનમાં ઉંદરો પણ વાયરને કરડી શકે છે. જો તમને આમાંની કોઈપણ ફરિયાદ જણાય, તો કારનો ઉપયોગ કરશો નહીં અને સર્વિસ સેન્ટર પર કૉલ કરશો નહીં.

કેબિન સાફ રાખો

ઈલેક્ટ્રિક કારની કેબિનની કાળજી રાખવી પણ અન્ય વસ્તુઓની જેમ જ જરૂરી છે, કારણ કે આમાં તમે બહારથી વસ્તુઓ લઈને ભેગી કરતા રહો છો. જેમાં મોટાભાગની પાણીની બોટલો વગેરે છે. એટલા માટે કેબિનને સાફ રાખવું પણ જરૂરી છે, જેથી તેમાં ભેજ ન રહે. કારણ કે, કારની કેબિનમાં મોજૂદ ભેજ કોઈ પ્રકારની ઇલેક્ટ્રિકલ સમસ્યાનું કારણ બની શકે છે. હંમેશા ધ્યાનમાં રાખો કે દરવાજા અને બારીઓ યોગ્ય રીતે બંધ હોય અને તેના બીડીંગમાં કોઈ લીકેજ ન હોય.

પાણી ભરાયેલા રસ્તાઓ પાર કરવાનું ટાળો

આ ICE એન્જિનવાળા વાહનોને પણ લાગુ પડે છે, પરંતુ ઇલેક્ટ્રિક વાહનોને બેવડા ધ્યાનની જરૂર હોય છે. કારણ કે, તેમાં પાણીને કારણે જે નુકસાન થાય છે તે તમે વિચારો છો તેના કરતા પણ મોટું હોઈ શકે છે. ઇલેક્ટ્રિક વાહનોમાં ઘણા સંવેદનશીલ ભાગો અને સેન્સર હોય છે, જેને સરળતાથી નુકસાન થઈ શકે છે. ઉપરાંત ઇલેક્ટ્રિક કાર લેતી વખતે, તેના IP રેટિંગ વિશે જાણવાની ખાતરી કરો. તેમ છતાં અમારી સલાહ એ જ રહેશે કે, જો તમારે વારંવાર પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થવું પડતું હોય તો તમે ઈલેક્ટ્રીક સિવાય અન્ય કોઈ વિકલ્પ પર વિચાર કરી શકો છો.

જો કે, હવે આવનારા સારા ઇલેક્ટ્રિક વાહનો વધુ સારા IP રેટિંગ સાથે ઉપલબ્ધ છે અને મહત્વપૂર્ણ ભાગો સારી રીતે સીલ કરવામાં આવ્યા છે. આ હોવા છતાં ઇલેક્ટ્રિક વાહનો બનાવતી કંપનીઓના જણાવ્યા અનુસાર, કનેક્ટરને નુકસાન થવાની સંભાવના વધારે છે. વધુ પડતા પાણીના સંપર્કમાં રહેવાથી પણ નુકસાન થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
Embed widget