(Source: ECI/ABP News/ABP Majha)
Budget 2023: ઇન્કમ ટેક્સમાં મોટી છૂટનું થયું એલાન તો 31 વર્ષ જુના ટેક્સ સ્લેબની તસવીર વાયરલ, અંતર જોઇને તમે પણ રહી જશો દંગ
કરદાતાઓને મોટી રાહતની વચ્ચે એક તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. આ તસવીર 1992 બજેટ દરમિયાન જાહેર કરવામાં આવેલા ટેક્સ સ્લેબની છે.
Tax Slab In 1992 Union Budget: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 2023-24નું સામાન્ય બજેટ રજૂ કરી દીધુ છે. નાણામંત્રીએ આ વખતે 5મી વાર બજેટ રજૂ કર્યુ ચે. આ બજેટમાં સામાન્ય માણસનું પુરેપુરુ ધ્યાન રાખવામાં આવ્યુ છે. આ વખતે ટેક્સ સ્લેબમાં છૂટ આપીને સૌથી મોટી કરદાઓને મોટી રાહત આપી છે. હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ નહીં આપવ પડે. નવી ટેક્સ વ્યવસ્થા અંતર્ગત કરદાતાઓને આ છૂટ આપવામાં આવી છે.
કરદાતાઓને મોટી રાહતની વચ્ચે એક તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. આ તસવીર 1992 બજેટ દરમિયાન જાહેર કરવામાં આવેલા ટેક્સ સ્લેબની છે. આ તસવીરથી જાણવા મળી રહ્યું છે કે, 1992 અને આજેના ટેક્સ સ્લેબમાં કેટલો ફેરફાર આવી ગયો છે.
1992 :: New Income Tax Slabs In Budget
— indianhistorypics (@IndiaHistorypic) February 1, 2023
Up to Rs 28000 - Nil
Rs 28001 to 50000 - 20%
Rs 50001 to Rs 100000 - 30%
Above 1 Lac - 40% Income Tax
( Photo - Indian Express ) pic.twitter.com/nd8h7czxyF
1992ની ટેક્સ સ્લેબની તસવીરો -
1992ની પીવી નરસિમ્હારાવની સરકારે દેશમાં ઉદારીકરણની જનક કહેવામાં આવે છે. રાવીની સરકારમાં નાણામંત્રી મનમોહન સિંહે બજેટ રજૂ કર્યુ હતુ, જેને દેશમાં આર્થિક સુધારાનો રસ્તો ખોલી દીધો હતો, આ બજેટમાં ટેક્સ સ્લેબને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો હતો.
તસવીરો છે 1992નો ટેક્સ સ્લેબ
જોકે આ તસવીર ટ્વિટર પર @IndiaHistorypic નામના હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી છે. કેપ્શનમાં લખ્યું છે કે 1992ના બજેટમાં નવો ઈન્કમ ટેક્સ સ્લેબ. 28000 હજાર રૂપિયા પર ટેક્સ નહીં. 28001 હજારથી 50000 રૂપિયા પર 20 ટકા ટેક્સ. 50001 થી 100000 રૂપિયા પર 30 ટકા ટેક્સ અને 1 લાખ રૂપિયાથી વધુની આવક પર 40 ટકા ટેક્સ લાગે છે.
સ્લેબને ત્રણ ભાગમાં વહેંચ્યો
આ તસવીર તે સમયની છે જ્યારે વર્ષ 1992માં વડાપ્રધાન નરસિમ્હા રાવની સરકારમાં નાણામંત્રી મનમોહન સિંહે ટેક્સ સ્લેબને ત્રણ ભાગમાં વહેંચી દીધા હતા. આ તસવીર વાયરલ થતાં જ લોકોએ તેના પર પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું હતું. ઘણા લોકો તેની સરખામણી આજના બજેટ સાથે કરવા લાગ્યા. એક યુઝરે લખ્યું કે ત્રીસ વર્ષમાં જમીન-આસમાનનો તફાવત દેખાઈ રહ્યો છે.
બીજી તરફ વર્ષ 2023 માં નાણામંત્રીએ નવી જાહેરાત અંતગર્ત 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લેવામાં આવશે નહીં. જો તે 7 લાખથી વધુ છે, તો તમારે ત્રણ લાખ રૂપિયા સુધી કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3 થી 6 લાખ સુધી તમારે 5 ટકા ટેક્સ ચૂકવવો પડશે અને 6 થી 9 લાખ રૂપિયા સુધી તમારે 10 ટકા ટેક્સ ચૂકવવો પડશે. હાલમાં નવા બજેટ વચ્ચે વર્ષ 1992ની આ તસવીર પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.