શોધખોળ કરો

Union Budget 2022: 'હર ઘર નળથી જળ' યોજના હેઠળ 60 હજાર કરોડ રૂપિયાની ફાળવણી, 80 લાખ ઘર બનાવાશે

વર્ષ 2022-23માં 80 લાખ નવા મકાનોનું નિર્માણ થશે અને તેના અંતર્ગત 48,000 કરોડ રૂપિયાની રકમની ફાળવણી કરાશે. હર ઘર નળી જળ યોજના માટે 60 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. 

નવી દિલ્લીઃ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને મંગળવારે રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં નવી 60 લાખ નોકરીઓ પેદા કરવાનો લક્ષ્ય જાહેર કર્યો હતો. નાણાં મંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે, કેન્દ્ર સરકારની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ્સ (પીએલઆઈ) યોજના હેઠળ 14 ક્ષેત્રોને પ્રોત્સાહન આપવામાં  રહ્યું છે. આ 14 ક્ષેત્રોમાં 60 લાખ નવી નોકરીઓ પેદા કરવાની ક્ષમતા છે. આ ઉપરાંત આ 14 ક્ષેત્રોમાં 30 લાખ કરોડ રૂપિયાનું વધારાનું નવું ઉત્પાદન પણ પેદા કરવાની ક્ષમતા છે.

આ સિવાય, વર્ષ 2022-23માં 80 લાખ નવા મકાનોનું નિર્માણ થશે અને તેના અંતર્ગત 48,000 કરોડ રૂપિયાની રકમની ફાળવણી કરાશે. નવા ઘરો માટે શહેરી ક્ષેત્રોમાં વધુ રૂપિયા આપવામાં આવશે અને ગ્રામીણ વિસ્તારો માટે આધુનિક ઘરોનું નિર્માણ કરશે. નિર્મલા સિતારમને કહ્યું કે, 3 કરોડ પરિવાર સુધી નળથી જળ પહોંચાડવામાં આવશે. હર ઘર નળી જળ યોજના માટે 60 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. 

 કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને મંગળવારે રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં ખેડૂતો માટે 2.37 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. નિર્મલા સીતારામને ઘઉં અને ચોખાના લઘુત્તમ ટેકાના ભાવ ( એમએસપી) સંબંદિત ડાયરેક્ટ પેમેન્ટ પેકેજની જાહેરાત કરી હતી.

આ ઉપરાંત નિર્મલાએ કહ્યું કે, અમે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપીશું. રાજ્ય સરકારોને પોતાના સિલેબસમાં ફાર્મિંગ કોર્સનો ઉમેરો કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. ગંગા કોરિડોરની આસપાસ નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. નાના ઉદ્યોગોને ક્રેડિટ ગેરન્ટી સ્કીમ દ્વારા મદદ કરવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. આ તેમનું ચોથું બજેટ છે અને આ વખતે પણ બજેટ પેપરલેસ સ્વરૂપે રજૂ કરવામાં આવી રહ્યું છે. બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે એલઆઇસીના આઇપીઓ અંગે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, એલઆઇસીનો આઇપીઓ ઝડપથી આવશે. તેમણે ઉમેર્યું હતું કે, એલઆઇસીનો આઇપીઓ ઝડપથી આવશે અને આ માટે જરૂરી કાર્યવાહીનું કામ સુચારું રૂપે ચાલી રહ્યું છે. દેશમાં આઇટી અને પ્રાઇવેટ સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવશે અને મોર્ડન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરાશે.નોંધનીય છે કે, એલઆઇસીના આઇપીઓની રોકાણકારો રાહ જોઇ રહ્યા છે, ત્યારે આજે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. હવે ગમે ત્યારે એલઆઇસીનો આઇપીઓ આવી શકે છે.  આ સમયે નિર્મલા સીતારમણે 60 લાખ નોકરીઓ આપવાની જાહેરાત પણ કરી હતી. 

તેમણે કહ્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. આ બજેટમાં આગામી 25 વર્ષ માટે બ્લુ પ્રિન્ટ રજૂ કરવામાં આવી રહી છે. દેશમાં આર્થિક પુનઃપ્રાપ્તિને મજબૂત કરવા પર ફોકસ છે. 60 લાખ નવી નોકરીઓ મળશે. વિકાસદર 2 ટકા રહેવાનું અનુમાન છે. દેશની અર્થવ્યવસ્થા ઝડપથી મજબૂત થઈ રહી છે. દેશમાં રોકાણ વધારવાનું લક્ષ્ય છે. ગરીબોના જીવનમાં બદલાવવાની પ્રાથમિકતા. અર્થવ્યવસ્થાના મોરચે સરકાર પડાકારોનો સામનો કરી રહી છે. વેક્સીનેશન અભિયાનને ઝડપથી લાગું કરાયું. બજેટમાં આગામી 25 વર્ષ સુધીની બ્લૂપ્રિન્ટ.

દેશ ફરી એકવાર ચૂંટણીના રંગમાં રંગાઈ ગયો છે. યુપી, પંજાબ અને ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. દરમિયાન, આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. કોરોના મહામારીના સંકટ વચ્ચે રજૂ થનારા બજેટમાં સરકારની પ્રાથમિકતાઓ શું હશે અને તેમાં નોકરીયાત અને સામાન્ય લોકો માટે શું થશે, તેના પર તમામની નજર રહેશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે લોકસભામાં વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. નાણામંત્રી તેમના દિવસની શરૂઆત સવારે 9 વાગ્યાથી કરશે. કેન્દ્રીય મંત્રી તેમની ટીમ સાથે સવારે 9 વાગ્યે નાણા મંત્રાલયથી રાષ્ટ્રપતિ ભવન જવા રવાના થશે. નાણા મંત્રાલયના ડાયરેક્ટર જનરલ (મીડિયા અને કોમ્યુનિકેશન્સ) અનુસાર, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સાથે મુલાકાત કર્યા પછી, નાણામંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટને બજેટ વિશે ટૂંકી માહિતી આપશે અને પછી સંસદ માટે રવાના થશે.

સ્થાપિત સંમેલનો મુજબ, ભારતના રાષ્ટ્રપતિને પ્રથમ કેન્દ્રીય નાણામંત્રી દ્વારા બજેટની જોગવાઈઓ વિશે માહિતી આપવામાં આવે છે. તે હંમેશા રૂઢિગત બેઠક છે, કારણ કે રાષ્ટ્રપતિ કેન્દ્રીય બજેટમાં કોઈ ફેરફાર સૂચવતા નથી, પરંતુ નાણામંત્રીએ સંસદમાં સત્તાવાર રીતે બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની પરવાનગી લેવી પડે છે.

રાષ્ટ્રપતિને મળ્યા બાદ સીતારમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટને મળવાની છે અને કેબિનેટને બજેટ વિશે માહિતી આપવાની છે. નાણા મંત્રાલય બજેટ વિશે ગુપ્તતા જાળવે છે, તેમનું ભાષણ રજૂ કરતા પહેલા નાણામંત્રી બજેટની જોગવાઈઓ વિશે ગુપ્તતા રાખવા માટે બંધાયેલા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
Embed widget