શોધખોળ કરો
21 વર્ષની ઉંમરે 20 લક્ઝરી કારોનો છે માલિક, 16 વર્ષે જ કરોડપતિ બની ગયો હતો આ યુવક

1/6

સોશયલ મીડિયા પર ટ્રેન્ડ થયા બાદ ધિલ્લન હોલિવૂડના ઘણા જાણીતા સ્ટાર્સની નજરમાં આવ્યો હતો. પૉપ ગાયિકા રિહાના અને માઈલી સાઈરસ પણ તેની ક્લોથિંગ લાઈનના કપડાં પહેરી ચૂકી છે. ઉપરાંત તે પીએમ ડેવિડ કેમરુન સાથે પણ મુલાકાત કરી ચૂક્યો છે.
2/6

ધિલ્લન 42 એકરના મહેલમાં રહે છે, જેમાં ટેનિસ કોર્ટ, સિનેમા હોલ, જિમ અને લગભગ 20 બેડરૂમ છે. એટલું જ નહીં, તેને ગાડીઓનો પણ ભારે શોખ છે. રોલ્સ રોયસ, ફરારી અને બીએમડબલ્યૂ જેવી લગભગ 20 ગાડીઓ તેની પાસે છે.
3/6

તે 16 વર્ષનો હતો ત્યારે તેણે ‘રેચટ’ની શરૂઆત કરી હતી. પિતાના ગેરેજમાં તે પોતે કપડાં ડિઝાઈન કરતો અને બનાવતો હતો. પહેલા વર્ષમાં જ તે લગભગ ન કરોડ રૂપિયા કમાયો હતો. સમયની સાથે તેનો બિઝનેસ વધ્યો, જેનાથી આજે તે ઘણું વૈભવી જીવન જીવે છે.
4/6

ભારતીય મૂળનો ધિલ્લન 21 વર્ષનો થઈ ગયો છે. તે ઈંગ્લેન્ડના લેસ્ટશર કન્ટ્રીસાઈડમાં રહે છે. હાલ એક બ્રિટિશ રિયાલિટી શોમાં ભાગ લઈ રહ્યો છે. શો દરમિયાન ધિલ્લનનો ગરીબીથી સામનો થયો હતો. એવામાં તેણે કહ્યું કે, તે આ પહેલા ગરીબોને ચોર-લૂંટારા સમજતો હતો. ધિલ્લને શોમાં મહિલાના ઘરમાં સફાઈ કરી અને નાનકડા રસોડામાં ખાવાનું પણ બનાવ્યું.
5/6

ધિલ્લને પહેલા વર્ષમાં 9 કરોડ રૂપિયાની કમાણી કરી. સોશયલ મીડિયા પર છવાયો અને હોલિવૂડ સ્ટાર્સની નજરમાં આવ્યો. આજે હોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા જાણીતા ચહેરા તેના બનાવેલા કપડાં પહેરે છે. કપડાં ઉપરાંત ધિલ્લનનો બાકીનો સમય ફરવા અને કોલેજ-યુનિવર્સિટીઝમાં પ્રેરણાદાયી પ્રવચનો આપવામાં પસાર થાય છે.
6/6

નવી દિલ્હીઃ 16 વર્ષની ઉંમરે બાળક કારકિર્દીનું આયોજન કરતું હોય ત્યારે આ ઉંમરમાં એક યુવક કરોપડતિ બની ગયો છે. તેનું નામ છે ધિલ્લન ભારદ્વાજ. તે હાલમાં ઇંગ્લેન્ડના એક રિયાલિટી ટીવી સોમાં ભાગ લેવાને કારણે ચર્ચામાં છે. 16 વર્ષની ઉંમરે આ યુવક કરોપડતિ બની ગયો હતો. તેણે પિતાના કાર ગેરેજથી ક્લોથિંગ બ્રાન્ડની શરૂઆત કરી હતી.
Published at : 02 May 2018 08:00 AM (IST)
View More
Advertisement