શોધખોળ કરો
દેશના કોંગ્રેસ શાસિત આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ થયા 2 રૂપિયા સસ્તા, સરકારે ઘટાડ્યો વેટ

1/3

જણાવીએ કે, વિતેલા ઘણાં દિવસથી દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નામાં મંત્રી અરૂણ જેટલીએ કેન્દ્ર સરકાર તરફથી પણ રાહત આપવાનો ઈનકાર કર્યો છે. એવામાં આ રાજ્યોએ પોતાનો ટેક્સમાં ઘટાડો કરીને લોકોને રાહત આપવાનો નિર્ણય કર્યો છે.
2/3

નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન બાદ હવે કર્ણાટકમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જાણકારી અનુસાર મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામીએ વિતેલા સપ્તાહે નાણાં મંત્રાલય સાથે આ મુદ્દે વિચાર કરવા કહ્યું હતું. ભાજપનું શાસન ન હોય તેવા રાજ્યોમાં કિંમતમાં ઘટાડા બાદ કર્ણાટક સરકાર પર દબાણ વધી ગયું હતું.
3/3

પેટ્રોલ ડીઝલના મોર્ચે મોંઘવારીનો માર જારી છે. આજે પણ ક્રૂડની કિંમતમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ 15 પૈસા અને ડીઝલ 6 પૈસા મોંઘા થયા છે. કિંમતમાં વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 82.06 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 73.78 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયા છે. આવતી કાલે એટલે કે 16 સપ્ટેમ્બરે દિલ્હીમાં પેટ્રોલ 81.91 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 73.72 રૂપિયા પ્રતિ લિટર હતા.
Published at : 17 Sep 2018 12:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
સમાચાર
દુનિયા
ગુજરાત
Advertisement
