આવકવેરા વિભાગે ચિફ કમિશ્નર (કર્ણાટક અને ગોવા સર્કલ) રાઠીએ જણાવ્યું કે, આ શેરનું વેચાણ અથવા ટ્રાંસફર આવકવેરા અધિનિયમ 1961ની કલમ 281નું ઉલ્લંઘન છે. જેથી આવા શેર જે પણ ખરીદે તે પોતાના જોખમ પર ખરીદશે.
2/4
આવકવેરા અધિકારી એન. રાઠીએ જણાવ્યું કે, અમે લોકોને માલ્યાની કંપની યૂનાઈટેડ રેસિંગ એન્ડ બ્લડસ્ટોક બ્રીડર્સ લિ.(યૂઆરબીબીએલ)ના શેરને ખરીદતા પહેલા સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છીએ. સાથે ઈ-હરાજીમાં આ શેરની ખરીદી લોકો પોતાના જોખમે કરે, કારણ કે, આ તમામ શેર ટેક્સ ચોરીના મામલામાં અમારી પાસે કસ્ટડીમાં છે.
3/4
ઓથોરિટી યૂઆરબીબીએલમાં માલ્યાના 41,52,272 શેરની 30 ઓક્ટોબરે ઈ-હરાજી કરવા જઈ રહી છે, જેથી તેના દ્વારા 17 બેન્કોના કન્સોર્ટિયમથી પોતાની બંધ થયેલા કિંગફિશર એરલાયન્સ માટે 2008 થી 2012 વચ્ચે લીધેલી લોન વસુલ કરી શકાય.
4/4
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે લોકોને સલાહ આપી છે કે તે, ભાગેડુ લિકર કિંગ વિજય લ્યાની કંપનીના 41 શેર ન ખરીદે, જેની ઈ-હરાજી ઓથોરિટી દ્વારા 30 ઓક્ટોબરના રોજ થવાની છે.