Jobs: લૉ ગ્રેજ્યૂએટ્સ માટે નોકરી માટેનો સોનેરી અવસર, 1.36 લાખ મળશે સેલેરી, ફટાફટ કરી દે એપ્લાય
આ વેકેન્સી ઓડિશા જ્યૂડિશિયલ સર્વિસ 2022 અંતર્ગત બહાર પડી છે. જેના પર અરજી હજુ શરૂ નથી થઇ.
OPSC Civil Judge Bharti 2023: ઓડિશા પબ્લિક સર્વિસ કમીશનના સિવિલ જજ પદ માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. આ વેકેન્સી ઓડિશા જ્યૂડિશિયલ સર્વિસ 2022 અંતર્ગત બહાર પડી છે. જેના પર અરજી હજુ શરૂ નથી થઇ. અરજી શરૂ થશે 17 ફેબ્રુઆરી, 2023 થી અને આ પદો માટે એપ્લાય કરવાની છેલ્લા તારીખ છે 17 માર્ચ 2023. એપ્લિકેશન લિન્ક એક્ટિવ થયા બાદ બતાવવામાં આવેલા ફોર્મેટમાં અરજી કરી દો.
આ વેબસાઇટ પરથી કરો અરજી -
ઓડિશા લોક સેવા આયોગના સિવિલ જજ પદ પર માત્ર ઓનલાઇન એપ્લાય કરવામાં આવી શકે છે. આ માટે કેન્ડિડેટ્સને ઓપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ પર જવુ પડશે, જેનુ એડ્રેસ છે – opsc.gov.in.
વેકેન્સી ડિટેલ્સ -
આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવના માધ્યમથી સિવિલ જજના કુલ 57 પદો પર ભરતી કરવામાં આવશે. આમાંથી 18 પદો મહિલાો માટે અનામત રાખવામાં આવ્યા છે. ડિટેલ જાણવા માટે અધિકારિક વેબસાઇટ પર નૉટિસ ચેક કરી શકો છો.
કોણ છે અરજી માટે પાત્ર -
આ પદો પર અરજી કરવા માટે જરૂરી છે કે કેન્ડિડેટે કોઇપણ માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટીમાંથી લૉ ગ્રેજ્યૂએશન કરેલુ હોવુ જોઇએ. આની સાથે જ જો ઉંમર મર્યાદાની વાત કરીએ તો આ વેકેન્સી માટે ઉંમર મર્યાદા 23 થી 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત કેટેગરીને સરકારી નિયમો અનુસાર ઉંમરમાં છૂટ મળશે. એ પણ જાણી લો કે ઉંમરની ગણતરી 1 ઓગસ્ટ, 2022 થી કરવામાં આવશે.
કઇ રીતે થશે સિલેક્શન -
આ પદો પર કેન્ડિડેટ્સનું સિલેક્શન કેટલાય તબક્કાવારની પરીક્ષા પાસ કર્યા બાદ થશે. સૌથી પહેલી પ્રી પરીક્ષા, પછી મેન્સ અને છેલ્લે ઇન્ટરવ્યૂ. એક તબક્કો પાર કર્યા બાદ કેન્ડિડેટને આગળના તબક્કાની પરીક્ષા આપવાનો મોકો મળશે. ત્રણેય સ્ટેજ પાસ કર્યા બાદ જ નિયુક્તિ થશે.
પગાર ધોરણ કેટલુ હશે -
આ પદો પર સિલેક્ટ થવા પર કેન્ડિડેટ્સને મહિને 1.36 લાખ રૂપિયા સુધીની સેલેરી મળશે, એક્ઝામમાં કોઇપણ પ્રકારના સવાલ આવશે, કયા સેક્શનમાંથી કેટલા પ્રશ્ન પુછવામાં આવશે, આના વિશેનુ પુરેપુરી માહિતી નૉટિસમાં આપવામાં આવેલી છે. તમે અહીંથી ડિટેલ જાણી શકો છો.
Jobs In India: છટણી વચ્ચે સારા સમાચાર, આ દિગ્ગજ કંપની ભારતમાં 30,000 લોકોની ભરતી કરશે
PwC India Jobs: PwC India અને PwC US વચ્ચે ભારતમાં નવા વૈશ્વિક કેન્દ્રો સ્થાપવા અને હાલના કેન્દ્રોનો વિકાસ કરવા માટે સંયુક્ત સાહસ સ્થાપવામાં આવશે. જે પેઢીને વૃદ્ધિને વેગ આપવા અને સેવાની ગુણવત્તા સુધારવામાં મદદ કરશે. કંપની હાલમાં તેની ભારતીય પ્રેક્ટિસ અને વૈશ્વિક વિતરણ કેન્દ્રો વચ્ચે ભારતમાં 50,000 થી વધુ કર્મચારીઓને રોજગારી આપે છે.
PwC USના પ્રમુખ અને વરિષ્ઠ ભાગીદાર ટિમ રાયને જણાવ્યું હતું કે PWC India અને PwC US વચ્ચેનો ઉન્નત સહયોગ વૈશ્વિક ટેલેન્ટ ફૂટપ્રિન્ટના વિકાસને વધુ વેગ આપશે અને અમારા ગ્રાહકોને વધુ મૂલ્ય પહોંચાડવામાં મદદ કરશે. તે લોકો માટે ઊંડી ટેકનિકલ કૌશલ્યો વિકસાવવાની વધુ તકો પણ ઊભી કરશે. જે તમામ ગુણવત્તા પર આધારિત છે.
PwC ચેરપર્સન સંજીવ કૃષ્ણને જણાવ્યું હતું કે 2021 માં શરૂ કરવામાં આવેલી નવી સમાનતા વૈશ્વિક વ્યૂહરચનાના ભાગ રૂપે, PwC ઇન્ડિયાએ દેશના આર્થિક વિકાસને આગળ વધારવા, સ્થાનિક બજારની સંભાવનાને ટેપ કરવાનો અને સમાજ માટે વધુ તકો ઊભી કરવાનો સંકલ્પ લીધો છે.
અમે ભારતની વૃદ્ધિની વાર્તામાં અર્થપૂર્ણ ભૂમિકા ભજવવા અને મહત્ત્વની સમસ્યાઓ ઉકેલવા અને આપણા દેશના વધુ ઉજ્જવળ ભવિષ્ય તરફનો માર્ગ મોકળો કરવા માટે ગ્રાહકો અને હિતધારકો સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારું નવું સાહસ આ દિશામાં માત્ર એક પગલું આગળ છે. અને ભારતના વિશાળ ડેમોગ્રાફિક ડિવિડન્ડનો ઉપયોગ કરવા માટે વધુ પ્રયત્નો કરશે.
Education Loan Information:
Calculate Education Loan EMI