Gujarat Election 2022: બીજેપીની સાથે છે હાર્દિક પટેલ, જાણો બીજા પાટીદાર આંદોલનના નેતાઓ હાલ ક્યાં છે ?
પાટીદાર આંદોલનનો સોથી મોટો ચહેરો હાર્દિક પટેલ હતો, તે હાલમાં બીજેપીમાં સામલે થઇ ગયો છે, હાર્દિકે સૌથી પહેલા 2020માં કોંગ્રેસ પાર્ટીનો ભાગ બની ગયો હતો,
Many Important Faces of Patidar Movement came to politics: ગુજરાત વિધાનસભા ચૂંટણી આવી ગઇ છે, તમામ રાજકીય પક્ષો પ્રજાને રિઝવવા માટે મેદાનમાં ઉતરી ચૂક્યા છે, પરંતુ આ બધાની વચ્ચે સૌથી વધુ ચર્ચા પાટીદાર આંદોલન સાથે જોડાયેલા નેતાઓની થઇ રહી છે, તેમા મુખ્ય અને મોટુ નામ હતુ હાર્દિક પટેલ, હાર્દિક પટેલ હાલમાં ભાજપમાં જોડાઇ ગયો છે અને વિરમગામ બેઠક પરથી ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યો છે.
જોકે, ખાસ વાત છે કે વર્ષ 2017માં આ પાટીદાર આંદોલનના નેતાઓએ સરકાર પર સખત દબાણ લાવી દીધુ હતુ, અને ભાજપની સરકાર માંડ માંડ બની હતી. વર્ષ 2015માં ચાલુ થયેલુ આંદોલન હવે સમેટાઇ ગયુ છે, છેલ્લા 5 વર્ષથી આ આંદોલનના મુખ્ય નેતાઓ ઠંડા પડી ગયા છે, જાણો આ આંદોલનના મુખ્ય ચહેરાઓ હાલ ક્યાં છે.....
હાર્દિક પટેલ ભાજપમાં -
પાટીદાર આંદોલનનો સોથી મોટો ચહેરો હાર્દિક પટેલ હતો, તે હાલમાં બીજેપીમાં સામલે થઇ ગયો છે, હાર્દિકે સૌથી પહેલા 2020માં કોંગ્રેસ પાર્ટીનો ભાગ બની ગયો હતો, બાદમાં તેને કોંગ્રેસ છોડીને બીજેપી જૉઇન કરી લીધી હતી. આ ઠીક વિધાનસભા ચૂંટણી પહેલા બન્યુ હતુ. અત્યારે હાર્દિક પટેલ વિરમગામ બેઠક પરથી ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડી રહ્યો છે.
હાર્દિક પટેલ ઉપરાંત પાટીદાર આંદોલનમાં અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીય, રેશ્મા પટેલ, ચિરાગ પટેલ, અને વરુણ પટેલ હતા, આ તમામ લોકો હાલમાં જુદાજુદા રાજકીય પક્ષોમાં સામેલ થઇ ગયા છે.
સૌથી પહેલા આ નેતાઓએ છોડ્યુ આંદોલન -
હાર્દિક પટેલ ઉપરાંત આંદોલનના મોટા નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી સાથે પોતાની રાજકીય કેરિયર શરૂ કરી. રેશ્મા પટેલ હાર્દિક પટેલની ખાસ નજીકની માનવામાં આવતી હતી, અને ચિરાગ પટેલ, વરુણ પટેલ આ ત્રણેય નેતાઓએ સૌથી પહેલા આંદોલન છોડીને રાજકીય કેરિયરની શરૂઆત કરી હતી. તેમને વર્ષ 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને ખેસ પહેરી લીધો હતો. જોકે રેશ્માએ બાદમાં બીજેપી છોડીને કોંગ્રેસ જૉઇન કરી લીધુ હતુ, બાદમાં કોંગ્રેસમાંથી ટિકીટ ના મળવાથી આમ આદમી પાર્ટી સાથે જોડાઇ ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે પાટીદાર આંદોલનમાં 14 લોકોઓ પોતાનો જીવ ગુમાવી દીધા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા, છતાં આંદોલને હેતુ પુર્ણ ન હતો થઇ શક્યો અને બાદમાં એક પછી એક નેતાઓ રાજકીય પક્ષોમાં જોડાઇ ગયા હતા, આ વાતને લઇને પાટીદાર સમાજમાં પણ નારાજગી જોવા મળી રહી હતી. પાટીદાર આંદોલનના કારણે આનંદીબહેન પટેલની સરકારે મોટુ નુકશાન પહોંચ્યુ હતુ.