શોધખોળ કરો
વેલેન્ટાઈન-ડે પર પત્ની નહીં પણ આ એક્ટ્રેસ માટે રોમેન્ટિક થયો આમિર ખાન
આમિર ખાને સોશિયલ મીડિયા પર પોતાની અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’થી કરીનાનો લુક શેર કર્યો છે. આ તસવીરને આમિરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

નવી દિલ્હીઃ વેલેન્ટાઈન ડેના દિવસે કપલ કંઈક ખાસ અંદાજમાં ઉજવણી કરતા હોય છે ત્યારે આ ખાસ દિવસ પર બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાને પોતાાના ફેન્સને એક ખાસ ગિફ્ટ આપી છે. આમિર ખાને વેલેન્ટાઈનના દિવસે પોતાની અપકમિંગ મૂવી ‘લાલ સિંહ ચડ્ડા’નું એક નવું પોસ્ટર શેર કર્યું છે. આમિરે પોતાની ફિલ્મથી કરીના કપૂરનો સુંદર લુક શેર કર્યો છે. કરીના કૂપરની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરની સાથે આમિરે એક સુંદર શાયરી પણ લખી છે જેને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
આમિર ખાને સોશિયલ મીડિયા પર પોતાની અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’થી કરીનાનો લુક શેર કર્યો છે. આ તસવીરને આમિરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. શેર કરતાં આમિરે લખ્યું, ‘પા લેને કી બેચેની, ઔર ખો દેને કા ડર...બસ ઇતના સા હૈ, જિંદગી કા શફર...હૈપી વેલેન્ટાન્સ ડે કરીના. કદાચ દરેક ફિલ્મમાં તમારી પાસે રોમાન્સ કરી શક્યો હોત, સ્વાભાવિકરૂપથી આ મારા માટે પ્રેમ હોત.’
આ તસવીરમાં કરીના અને આમિર એકબીજાને ભેટતા જોવા મળી રહ્યા છે અને આ ફોટો સાથે લાલ સિંહ ચડ્ડા આવનારી 25 ડિસેમ્બર 2020ના રોજ રીલિઝ થશે તેમ પણ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે લાલ સિંહ ચડ્ડા આમીર ખાનનું ડ્રીમ ફિલ્મ છે. અને તેમની સાથે આ ફિલ્મમાં ફરી એક વાર કરીના કપૂર નજરે પડશે. આ પહેલા બંને 3 ઇડ્ય્સમાં પણ સાથે નજરે પડ્યા હતા. અને આ જોડીને તે ફિલ્મમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.पा लेने की बेचैनी, और खो देने का डर... बस इतना सा है, ज़िंदगी का सफर।#HappyValentinesDay Kareena. I wish I could romance you in every film... comes naturally to me ;-) Love. a. pic.twitter.com/dafeyspkac
— Aamir Khan (@aamir_khan) February 14, 2020
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ક્રિકેટ
સુરત
દેશ
શિક્ષણ
Advertisement