(Source: ECI/ABP News/ABP Majha)
Actress Trolled: 'બહુ જ ગંદી લાગી રહી છો', ઇવેન્ટમાં આવો ડ્રેસ પહેરીને પહોંચી દિશા પટ્ટણી, નેટિઝન્સે જબરદસ્ત કરી ટ્રૉલ
'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર'ના લૉન્ચિંગ ઈવેન્ટમાંથી દિશા પટણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે સ્ટ્રેપલેસ બ્રાલેટ અને રીવિલિંગ સાડી પહેરેલી જોવા મળી રહી છે.
Disha Patani Trolled: બૉલીવૂડ એક્ટ્રેસ દિશા પટ્ટણી તેના બૉલ્ડ લૂક્સ અને ફેશન સેન્સના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હવે દિશા પટ્ટણી ફરી એકવાર તેના આઉટફિટ્સના કારણે ચર્ચામાં આવી છે, પરંતુ આ વખતે તેને સખત રીતે ટ્રૉલ કરવામાં આવી રહી છે. ખરેખરમાં, દિશાએ શનિવારે 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર'ના લૉન્ચિંગ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તે એવો ડ્રેસ પહેરીને ઈવેન્ટમાં પહોંચી, જે લોકોને પસંદ ન આવ્યો, અને પછી સોશ્યલ મીડિયા પર યૂઝર્સે તેની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું હતુ.
ઈવેન્ટમાં દિશા પટ્ટણી બૉલ્ડ ડ્રેસ પહેરીને પહોંચી હતી -
'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર'ના લૉન્ચિંગ ઈવેન્ટમાંથી દિશા પટણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે સ્ટ્રેપલેસ બ્રાલેટ અને રીવિલિંગ સાડી પહેરેલી જોવા મળી રહી છે. તેનો આ બૉલ્ડ લૂકને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. વળી, કેટલાક લોકોને અભિનેત્રીની ડ્રેસિંગ સેન્સ પસંદ ન આવી, અને તેમને એક્ટ્રેસને ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધુ હતુ.
નેટીઝન્સે દિશા પટ્ટણીને કરી ટ્રોલ -
વાયરલ વીડિયો પર કૉમેન્ટ કરતાં એક યૂઝરે લખ્યું, 'વાહિયાત ડ્રેસ'. અન્ય એક યૂઝરે કૉમેન્ટ કરી- 'આ કારણે જ બૉલીવૂડ બદનામ છે'. અન્ય એક યૂઝરે કૉમેન્ટ કરી કે, 'તેના કપડા જોઇને વિચિત્ર લાગી રહ્યું છે'. એક યૂઝરે તો દિશા પટ્ટણીના લૂકને બકવાસ ગણાવ્યો છે. અન્ય યૂઝરે કૉમેન્ટ કરી, 'હવે આ શું છે ? દિશા ખૂબ જ ગંદી લાગી રહી છે.
View this post on Instagram
દિશા પટ્ટણીની અપકમિંગ ફિલ્મો -
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, દિશા પટ્ટણી છેલ્લે એક વિલન રિટર્ન્સ ફિલ્મમાં જોવા મળી હતી, જેમાં તેણે જ્હોન અબ્રાહમ અને અર્જૂન કપૂર સાથે કામ કર્યું હતું. જોકે, આ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. હવે દિશા પટ્ટણી ટૂંક સમયમાં આગામી ફિલ્મ યોદ્ધામાં જોવા મળશે, આમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કરી રહી છે. આ ઉપરાંત પણ અભિનેત્રી સાઉથ ફિલ્મ પ્રૉજેક્ટનો પણ એક ભાગ છે.