ભોજપુરી ફિલ્મમાં આઇટમ સોન્ગ કરનારી અભિનેત્રીને કાઝમીએ ફિલ્મમાં કામ કરવાની તક આપી અને તેણે જ કાઝમી પર બળાત્કારનો આરોપ મૂકયો એમ કાઝમીના સંબંધીઓએ પોલીસને જણાવ્યું હતું. જો કે પોલીસે અત્યારે તો કાઝમીને જેલમાં ધકેલી દીધો છે.
2/5
મુંબઈઃ #MeToo અભિયાન હેઠળ ફિલ્મ ક્ષેત્રના લોકો દ્વારા કરાયેલી જાતિય સતામણીનો ભાંડો ફોડવામાં આવી રહ્યો છે ત્યારે આ કેસમાં પહેલી ધરપકડ થઈ છે. મોડલની ફરિયાદના આધારે નિર્માતા હૈદર કાઝમીની પોલીસે ધરપકડ કરી છે. કાઝમીએ કેફી પીણું પિવડાવીને બેહોશ કરીને સેક્સ માણ્યું હતું તેવો મોડલે આક્ષેપ કર્યો છે.
3/5
એક ભોજપુરી મોડલે કરેલી બળાત્કારની ફરિયાદને પગલે હિન્દી ફિલ્મના નિર્માતા હૈદર કાઝમીની ધરપકડ કરવામાં આવી છે. કાઝમી હિન્દી ફિલ્મ જિહાદનો નિર્માતા છે. કાઝમીએ આ મોડલ સાથે ફિલ્મના સેટ પર મિત્રતા કરી હતી અને પછી તેની સાથે લગ્ન કરવાની પ્રપોઝલ મૂકી હતી.
4/5
જો કે મોડલે ઇન્કાર કરતાં કાઝમીએ પોતાની બહેનની મદદથી તે મોડલને ચા પીવા માટે બોલાવી હતી. તેની બહેન મોડલને કાઝમી પાસે છોડીને જતી રહી હતી. આ દરમિયાન પીડિતાના પીણામાં કાઝમીએ બેહોશીની દવા નાખીને તેની સાથે સેક્સ માણ્યું હતું.
5/5
મોડલે કાઝમીએ તેના પર બળાત્કાર કર્યો હતો એવું તેની ફરિયાદમાં જણાવ્યું છે. 9 ઓકટોબરે આ ગુનો દાખલ કરવામાં આવ્યો અને એ જ દિવસે પોલીસે કાઝમીની અટક કરી. કાઝમીએ આરોપો નકારતા કહ્યું છે કે તેની પાસેથી નાણાં પડાવવા માટે ખોટો આરોપ મૂકવામાં આવ્યો છે.