![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
U Turn OTT Release: અલાયા એફની 'યૂ-ટર્ન'ની રિલીઝ ડેટ આવી સામે, જાણો ક્યારે ને કયા OTT પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમ
OTT પ્લેટફોર્મ G5ના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર ફિલ્મ યૂ-ટર્નની રિલીઝ ડેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ 28 એપ્રિલ, 2023ના દિવસે સ્ટ્રીમ થશે.
![U Turn OTT Release: અલાયા એફની 'યૂ-ટર્ન'ની રિલીઝ ડેટ આવી સામે, જાણો ક્યારે ને કયા OTT પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમ Alaya F News: actress alaya f film u-turn will be released on 28 april on zee5 U Turn OTT Release: અલાયા એફની 'યૂ-ટર્ન'ની રિલીઝ ડેટ આવી સામે, જાણો ક્યારે ને કયા OTT પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/12/948faf1fb3a5a1efd23e09afd734e91c168127884172777_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
U Turn OTT Release Date: બૉલીવુડ એક્ટ્રેસ અલાયા એફે ઈન્ડસ્ટ્રીમાં પોતાનો દબદબો ઓછો જમાવ્યો છે, હાલના દિવસોમાં અલાયાની કેટલીય ફિલ્મો પાઇપલાઇનમાં છે. આ દરમિયાન અભિનેત્રીની નવી ફિલ્મ યૂ-ટર્નની રિલીઝ ડેટ સામે આવી છે. આલિયાની આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મની રિલીઝ ડેટ મંગળવારે જાહેર કરવામાં આવી હતી અને આ મહિને સ્ટ્રીમ કરવામાં આવશે.
આ દિવસે રિલીઝ થશે અલાયા એફની યૂ-ટર્ન ફિલ્મ -
OTT પ્લેટફોર્મ G5ના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર ફિલ્મ યૂ-ટર્નની રિલીઝ ડેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ 28 એપ્રિલ, 2023ના દિવસે સ્ટ્રીમ થશે. આ સાથે જ ફિલ્મનું નવું પૉસ્ટર શેર કરવામાં આવ્યું છે, જેમાં અલાયા એફ જોવા મળી રહી છે. તેના માથા પર ઈજાના નિશાન દેખાય છે. ફિલ્મ યૂ-ટર્નને એકતા કપૂરે પ્રૉડ્યૂસ કરી છે, અને આરિફ ખાન આના ડાયરેક્ટર છે.
કન્નડ ફિલ્મની રિમેક છે 'યૂ-ટર્ન'
આ ફિલ્મમાં અલાયા એફ ઉપરાંત પ્રિયાંશુ પૈન્યુલી પણ દેખાશે. તે કન્નડ ફિલ્મ યૂ-ટર્નની હિન્દી રિમેક છે, જેમાં શ્રદ્ધા શ્રીનાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. વર્ષ 2016માં રિલીઝ થયેલી આ ફિલ્મ ફ્લાયઓવર પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા બાઇક સવારોના મૃત્યુની આસપાસ ફરે છે. અગાઉ આ ફિલ્મ મલયાલમ ભાષામાં પણ વર્ષ 2017માં બની ચૂકી છે.
View this post on Instagram
આ ફિલ્મમાં દેખાઇ હતી અલાયા -
ઉલ્લેખનીય છે કે, અલાયા એફ (Alaya F)ની ફિલ્મ Almost Pyaar with DJ Mohabbat ફેબ્રુઆરીમાં રિલીઝ થઇ હતી, જેનું ડાયેરક્શન અનુરાગ કશ્યપે કર્યુ હતુ, જોકે આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી. આ પહેલા અલાયા એફ 'જવાની જાનેમન' અને 'ફ્રેડી' જેવી ફિલ્મોમા કામ કરી ચૂકી છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)