'Pathaan'નો મુદ્દો ગુંજ્યો સંસદમાં, TMC સાંસદ ડેરેક ઓબ્રાયને કહ્યું- સુંદર સંદેશ આપે છે ફિલ્મ
Pathan movie controversy: પોતાના ભાષણ દરમિયાન ઓબ્રાયને ફિલ્મ"પઠાણ" તેમજ તેની સમગ્ર ટીમના વખાણ કર્યા હતા.
!['Pathaan'નો મુદ્દો ગુંજ્યો સંસદમાં, TMC સાંસદ ડેરેક ઓબ્રાયને કહ્યું- સુંદર સંદેશ આપે છે ફિલ્મ In Rajya Sabha, TMC’s Derek O’Brien lauds success of Pathaan despite boycott calls 'Pathaan'નો મુદ્દો ગુંજ્યો સંસદમાં, TMC સાંસદ ડેરેક ઓબ્રાયને કહ્યું- સુંદર સંદેશ આપે છે ફિલ્મ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/08/8cab20294947dbaa78d771d8163989c5167582692917481_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pathaan: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નો મુદ્દો મંગળવારે સંસદમાં પણ ઉઠ્યો હતો. ટીએમસીના નેતા અને રાજ્યસભાના સાંસદ ડેરેક ઓબ્રાયને બોયકોટ ગેંગ પર પ્રહાર કરતા કહ્યું કે આ ફિલ્મ એક "સુંદર સંદેશ" આપે છે. આ માટે તેણે ફિલ્મ પઠાણની જોરદાર પ્રશંસા કરી હતી. તેમણે ફિલ્મના નિર્માણ અને તેના પર કામ કરનારા લોકોની પ્રશંસા કરી અને તેમને "ભારતના મહાન વૈશ્વિક રાજદૂત" ગણાવ્યા. બ્લોકબસ્ટર હિન્દી ફિલ્મ 'પઠાણ'ને વિવાદોનો સામનો કરવો પડ્યો હતો અને મુખ્યત્વે દક્ષિણપંથી રાજકારણને ટેકો આપતા લોકોના એક વર્ગે તેનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. જો કે, અહેવાલો અનુસાર આ ફિલ્મને વ્યવસાયિક સફળતા મળી છે.
સંસદમાં ગુંજ્યો 'Pathaan'નો મુદ્દો
રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર તૃણમૂલ સાંસદે કહ્યું, "તમે તેમને બોલિવૂડનો બહિષ્કાર કરવાનું કહ્યું, તેમણે તમને એક સુંદર સંદેશ સાથેની ફિલ્મ બતાવી." તેમના ભાષણ દરમિયાન, ઓબ્રાયને અદાણી જૂથ સાથે જોડાયેલા વિવાદ વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ભાજપની ટીકા કરી હતી. તેમણે નેતૃત્વ હેઠળની સરકાર પર પણ પ્રહારો કર્યા અને "પઠાણ" પાછળ સખત મહેનત કરી રહેલી સમગ્ર ટીમની પ્રશંસા કરી.
“This Govt shouldn’t MESS with the BIGGEST Global Ambassadors of India” - #DerekOBrien about #Pathaan pic.twitter.com/s6SBaMrKAa
— Review Junkie (@jagatjoon12) February 8, 2023
સુંદર સંદેશ આપે છે ફિલ્મ: TMC સાંસદ
"ખૂબ અભિનંદન (નિર્દેશક) સિદ્ધાર્થ આનંદ. ભારતના સૌથી મોટા વૈશ્વિક રાજદૂતોએ શાનદાર કામ કર્યું. બહુ સારું લાગ્યું. જેમણે પઠાણ બનાવી. જે આપણે ના કરી શક્યા તે શાહરુખ ખાન,ડિમ્પલ કાપડિયા અને જ્હોન અબ્રાહમે કરી બતાવ્યું. તેમણે કહ્યું અમે તેમનમાંથી શીખ્યા. ભારતના સૌથી મોટા વૈશ્વિક રાજદૂતો સાથે રમત ના કરશો. તમે તેને બોલિવૂડનો બહિષ્કાર કરવાનું કહ્યું, તેણે તમને એક સુંદર સંદેશવાળી ફિલ્મ બતાવી." તૃણમૂલ સાંસદે ભૂલથી દીપિકા પાદુકોણને બદલે ડિમ્પલ કાપડિયાનું નામ લઈ લીધું.જો કે એક સભ્ય દ્વારા ધ્યાન દોરવામાં આવતા તેમણે આ ભૂલ સુધારી લીધી હતી.
આ પણ વાંચો: ‘Pathaan’ના બહિષ્કાર અને સુપર સક્સેસ પર Anupam Kherએ આપ્યું મોટું નિવેદન, કહ્યું 'ફિલ્મ સારી છે તો કોઈનામાં તાકાત નથી...'
Anupam Kher On Pathaan: શાહરૂખ ખાન સ્ટારર સ્પાય થ્રિલર ફિલ્મ 'પઠાણ' ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. હિટમેકર સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે ફરી એકવાર સાબિત કર્યું છે કે જો ફિલ્મો યોગ્ય રીતે બનાવવામાં આવે અને માર્કેટિંગ કરવામાં આવે તો દર્શકો થિયેટરોમાં પાછા ફરશે.
‘Pathaan’ના બહિષ્કાર અને સુપર સક્સેસ પર Anupam Kherએ આપ્યું મોટું નિવેદન
'પઠાણ' 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ત્યારથી આ ફિલ્મ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મે માત્ર 12 દિવસમાં જ દુનિયાભરમાં 832.2 કરોડનો બિઝનેસ કર્યો છે. જો કે ફિલ્મને રિલીઝ પહેલા બોયકોટ ટ્રેન્ડનો સામનો કરવો પડ્યો હતો. 'પઠાણ' વિશે વાત કરતી વખતે બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે કહ્યું કે લોકોએ બૉયકોટના વલણને બદલાની ભાવનાથી જોયું છે.
પઠાણની જંગી સફળતા પર અનુપમ ખેર
દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે તાજેતરમાં એક વાતચીતમાં શાહરૂખ ખાનની લેટેસ્ટ ફિલ્મ 'પઠાણ'ની સુપર સક્સેસ વિશે વાત કરી હતી. અનુપમ ખેરે કહ્યું, " કોઈ પણ ટ્રેન્ડ ફોલો કરીને ફિલ્મ દેખવા માટે કોઈ પ્રભાવિત થતું નથી. જો તમને ફિલ્મનું ટ્રેલર ગમતું હોય તો તમે તેને જોવા માંગો છો. જો ફિલ્મ સારી રીતે બની હોય તો કોઈનામાં તાકાત નથી હોતી કે તેને તોડી મરોડીને રજૂ કરે. લોકો હેટ ટ્રેન્ડ સામે બદલાની ભાવના સાથે ફિલ્મ જોવા તો જશે જ. અનુપમ ખેરે વધુમાં કહ્યું કે દર્શકોએ ક્યારેય સિનેમાનો બહિષ્કાર કર્યો નથી. આપણે મહામારીમાંથી પસાર થયા ત્યારે લોકડાઉન હતું. લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા ત્યારે લોકોએ મનોરંજનના અન્ય સાધનોની તપાસ કરી. અનુપમ ખેરે કોમેન્ટ કરતાં કહ્યું કે ઓટીટી પ્લેટફોર્મમાં ત્યારે તેજી જોવા મળી અને લોકોએ ખૂબ જ આસાનીથી ફિલ્મો જોવાનું શરૂ કર્યું.
અનુપમ ખેર વર્ક ફ્રન્ટ
અનુપમ ખેર ટૂંક સમયમાં ફિલ્મ 'શિવ શાસ્ત્રી બાલ્બોઆ'માં જોવા મળશે. તેમાં નીના ગુપ્તા, નરગીસ ફખરી અને શારીબ હાશ્મી પણ મહત્વની ભૂમિકામાં છે. અજય વેણુગોપાલન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 10 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં આવશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)