કરિનાની આ એડ પર બબાલ, લોકોએ લૂક્સ અને ચાંદલાને લઇને ઉઠાવ્યા સવાલો, જાણો કેમ
અખાત્રીજના પર્વને લઇને માલબાર ગૃપે એક એડ બનાવી છે. કંપનીઆ એડ લૉન્ચ કરી છે, જેમાં કરિના કપૂરે ખુબ સુંદર ઘરેણાં પહેર્યા છે, પરંતુ તેને બિન્દી નથી લગાવી.
Kareena Kapoor Khan Ad: બૉલીવુડની મોટી એક્ટ્રેસ કરિના કપૂર ખાન ફરી એકવાર ટ્રૉલ થઇ રહી છે. આ વખતે તે એક એડના કારણે લોકોના ટ્રૉલિંગનો શિકાર થઇ છે. ખરેખરમાં કરિના એક જાણીતી જ્વેલરી બ્રાન્ડ માલબાર ગૃપ સાથે જોડાયેલી એડને લઇને સોશ્યલ મીડિયા યૂઝર્સના નિશાને ચઢી છે.
ખરેખરમાં અખાત્રીજના પર્વને લઇને માલબાર ગૃપે એક એડ બનાવી છે. કંપનીઆ એડ લૉન્ચ કરી છે, જેમાં કરિના કપૂરે ખુબ સુંદર ઘરેણાં પહેર્યા છે, પરંતુ તેને બિન્દી નથી લગાવી. જ્યારે લોકોની નજર આના પર પડી તો લોકોને કંઇક વિચિત્ર લાગ્યુ અને બધાએ કંપનીની સાથે સાથે એક્ટ્રેસને પણ ટ્રૉલ કરવાનુ શરૂ કરી દીધુ.
લોકો જ્વેલરી બ્રાન્ડના ઓનર એણપી અહમગ અને એક્ટ્રેસ કરિના કપૂર ખાન બન્નેનો વિરોધ કરી રહ્યાં છે, લોકો પુછી રહ્યાં છે કે આ એડ કઇ કૉમ્યૂનિટી માટે બનાવવામાં આવી છે ? કઇ કૉમ્યૂનિટીના લોકોને આ માટે ટાર્ગેટ કરવામા આવી રહ્યાં છે ? હવે ટ્વીટર પર એક હેશટેગ પણ ટ્રેન્ડ થવા લાગ્યુ છે #Boycott_MalabarGold.
એટલુ જ નહીં આ એડને લઇને લોકોએ ટ્રૉલિંગ કરવાનુ શરૂ કર્યુ તો સોશ્યલ મીડિયા પર #Boycott_MalabarGoldની સાથે સાથે
Boycott_MalabarGold અને #No_Bindi_No_Business હેશટેગ પણ ટ્રેન્ડ કરવા લાગ્યુ હતુ.
#No_Bindi_No_Business#Boycott_MalabarGold
— Aparna Naik (@AparnaNaik10) April 22, 2022
The latest advt by MalabarGold is another example of disregard to Hindu festival. Wearing Bindi is imp.part of tradational Indian woman dressing..Mocking Hindu tradations and expecting Hindus to spend their money for them. Not anymore pic.twitter.com/W8nHYC2uMI
So called 'The Responsible Jeweller' releasing ad with Kareena Kapoor Khan without a bindi for Akshaya Tritiya !
— Aravinda Baliga (@baliga_2012) April 22, 2022
Do they care about Hindu culture ?#Boycott_MalabarGold#No_Bindi_No_Business pic.twitter.com/pgwutaicDq
Kareena Kapoor Khan without a bindi in Malabar Gold Ad on eve of Akshaya Tritiya!
— Aravinda Baliga (@baliga_2012) April 22, 2022
M P Ahammed should kindly clarify to whom the ad targeted to ?#Boycott_MalabarGold#No_Bindi_No_Business pic.twitter.com/BAmn9cllAo