શાહરૂખ ખાને કર્યું મતદાન, પત્ની ગૌરી ખાન અને સુહાના-આર્યન પણ જોવા મળ્યા
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચ્યો હતો. તે તેના પરિવાર સાથે જોવા મળ્યો હતો.

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. બોલિવૂડની અનેક હસ્તીઓએ મતદાન કર્યું છે. લગભગ 6 વાગે સુપરસ્ટાર શાહરૂખ ખાન મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચ્યો હતો. આ દરમિયાન કિંગ ખાન ફેમિલી ગોલ આપતો જોવા મળ્યો હતો. તેની સાથે તેની પત્ની ગૌરી ખાન, પુત્રી સુહાના ખાન અને પુત્ર આર્યન ખાન પણ જોવા મળ્યા હતા.
શાહરૂખ ખાન કડક સુરક્ષા સાથે વોટિંગ બૂથ પર પહોંચ્યો હતો. આ દરમિયાન તે તેના પરિવાર સાથે જોવા મળ્યો હતો. તે સફેદ ટી-શર્ટ અને ગ્રે પેન્ટ, માથા પર કેપ અને કાળા ચશ્મા પહેરીને તે એકદમ ડેશિંગ લાગતો હતો. તેણે સફેદ સ્નીકર્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
View this post on Instagram
ગૌરી ખાન સ્ટાઈલિશ લાગી રહી હતી, સુહાનાએ સિમ્પલ લુક કેરી કર્યો હતો
કિંગ ખાનની પત્ની ગૌરી ખાન પણ વોટિંગ બૂથ પર સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી. વાદળી ડેનિમ, સફેદ ટી-શર્ટ સાથે બેજ બ્લેઝર, સ્લિક બન અને ચશ્મા પહેરેલી ગૌરી ખૂબ જ સુંદર લાગી રહી હતી. લીલા પોલ્કા ડોટ ફ્રોક પહેરેલી અને ખુલ્લા વાળ સાથે સુહાના ખાન ખૂબ જ સિમ્પલ અને સુંદર લાગી રહી હતી. બ્લેક ટી-શર્ટ પહેરેલ આર્યન પણ પરિવાર સાથે જોવા મળ્યો હતો.
આ સેલેબ્સે પણ પોતાનો મત આપ્યો
શાહરૂખ ખાન પહેલા અનેક દિગ્ગજ ફિલ્મી હસ્તીઓ પણ વોટ કરવા આવી હતી. સલમાન ખાન પોલિંગ બૂથ પર સિકંદર લુકમાં જોવા મળ્યો હતો. અક્ષય કુમાર, રણબીર કપૂર, કાર્તિક આર્યનથી લઈને રાજકુમાર રાવ અને ફરહાન અખ્તરે મતદાન કર્યું. આ સિવાય કરીના કપૂર સૈફ અલી ખાન સાથે પોલિંગ બૂથ પર પહોંચી હતી. અનન્યા પાંડે અને શ્રદ્ધા કપૂરે પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું.
આ પણ વાંચો : Maharashtra Elections 2024: સલમાન ખાને મુંબઈમાં કર્યું મતદાન, કડક સુરક્ષા સાથે વોટિંગ બૂથ પર પહોંચ્યો ભાઈજાન
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
