![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
ડેટિંગના સમાચાર પછી વારંવાર Tamannaah Bhatia અને Vijay Varma એક સાથે થઇ રહ્યા છે સ્પોટ, જુઓ વાયરલ તસવીરો
Tamannaah Bhatia Vijay Varma: તમન્ના ભાટિયા અને વિજય વર્માના રોમાંસના સમાચાર ચર્ચામાં છે. બંને પહેલીવાર સાથે ડેટ પર જતા જોવા મળ્યા છે. જેની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.
![ડેટિંગના સમાચાર પછી વારંવાર Tamannaah Bhatia અને Vijay Varma એક સાથે થઇ રહ્યા છે સ્પોટ, જુઓ વાયરલ તસવીરો Tamannaah Bhatia-Vijay Varma step out for a drive together amid dating rumours ડેટિંગના સમાચાર પછી વારંવાર Tamannaah Bhatia અને Vijay Varma એક સાથે થઇ રહ્યા છે સ્પોટ, જુઓ વાયરલ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/18/24b2289969a97e48045f901c3d5df8ba167402559216781_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tamannaah Bhatia Vijay Varma Dating: ગોવામાં ન્યૂ યર પાર્ટીમાં તમન્ના ભાટિયા અને વિજય વર્માની કિસનો વીડિયો ઓનલાઈન વાયરલ થયો હતો. જે બાદ તેમના રોમાંસના સમાચાર પણ હેડલાઈન્સમાં આવ્યા છે. અને આ વીડીયો વાયરલ થયાના થોડા અઠવાડિયા પછી સેલિબ્રિટી કપલ ફરી એક વખત સિક્રેટ ડેટ પર જતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પાપારાઝીએ તેમની તસવીર ક્લિક કરી હતી જો કે બંનેએ સાથે એક પણ પોઝ આપ્યો ન હતો.
તમન્ના અને વિજય પહેલીવાર સાથે જોવા મળ્યા
લવ બર્ડ્સ સોમવારે પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. તમન્ના અને વિજય બાંદ્રાની આસપાસ એકસાથે રાઈડ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તમન્નાએ બ્લેક હૂડી અને મેચિંગ શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું, જ્યારે વિજયે બ્રાઉન કાર્ગો પેન્ટ સાથે બ્લુ હૂડી પહેરી હતી. રિપોર્ટ અનુસાર બંને લંચ ડેટ પર જવા નીકળ્યા હતા. જો કે બંનેએ કેમેરા માટે એકસાથે પોઝ આપ્યો ન હતો.
View this post on Instagram
તમન્ના-વિજય આ પહેલા પણ એક ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા
આ પહેલા લવબર્ડ્સ તાજેતરમાં એક ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા. અહીં તેઓએ પાપારાઝી માટે એક સાથે પોઝ પણ આપ્યા હતા. આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ ચારે બાજુથી લાઈક્સ અને કોમેન્ટ્સનો મારો ચલાવ્યો હતો. જો કે બંનેએ તેમના લિંક-અપ વિશે વાત કરી નહોતી. નોંધનીય બાબત છે કે બંને 'લસ્ટ સ્ટોરીઝ 2'માં સાથે કામ કરી રહ્યા છે.
View this post on Instagram
તમન્ના-વિજયનું વર્ક ફ્રન્ટ
તમને જણાવી દઈએ કે તમન્ના છેલ્લે નેટફ્લિક્સની ફિલ્મ 'પ્લાન એ પ્લાન બી'માં રિતેશ દેશમુખ સાથે જોવા મળી હતી. તે તાજેતરમાં મધુર ભંડારકરની ફિલ્મ 'બબલી બાઉન્સર'માં પણ જોવા મળી હતી. વિજયના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે ટૂંક સમયમાં 'ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ'માં જોવા મળશે. જે કરીના કપૂર ખાનની ડિજિટલ ડેબ્યૂ હશે. જયદીપ અહલાવત પણ આ સિરીઝમાં મહત્વની ભૂમિકા ભજવતો જોવા મળશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)