હૉટ મૉડલે અચાનક ધર્મ પરિવર્તન કરી ઇસ્લામ ધર્મ અપનાવ્યો, રમઝાનમાં રાખી રહી છે રોજા...
Rae Lil Black Converts to Islam: 2024 ના મધ્યમાં રાય લિલ બ્લેકે મલેશિયાની યાત્રા શરૂ કરી હતી. તેમની પાસે કોઈપણ પ્રકારના સ્પિરિચ્યૂઅલ પરિવર્તનની કોઈ યોજના નહોતી

Rae Lil Black Converts to Islam: ભૂતપૂર્વ જાપાનીઝ એડલ્ટ સ્ટાર રાય લિલ બ્લેક સમાચારમાં રહે છે. તેણે ઇસ્લામ સ્વીકાર્યો છે. તે હવે તેના સ્પિરિચ્યૂઅલ ગ્રોથ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેણીએ મલેશિયાની એક મસ્જિદનો હિજાબ પહેરેલો ફોટો શેર કર્યો હતો. ત્યારથી તે ચર્ચામાં છે. તે રમઝાન દરમિયાન ઉપવાસ પણ રાખે છે. તેમના જીવનમાં આ પરિવર્તન મલેશિયાની યાત્રાને કારણે આવ્યું છે. તે મલેશિયાની યાત્રા પર ગઈ, જ્યાંથી તેની વિશ્વાસ, ઉદેશ્ય, અને ડિવૉશનથી ભરેલા એક નવજીવનની જર્ની શરૂ થઇ.
રાય લિલ બ્લેકની કેવી રીતે બદલાયુ જીવન -
yahoo.com ના મતે, નામ, ખ્યાતિ અને પૈસા હોવા છતાં રાય લિલ બ્લેક અંદરથી ખાલીપો અનુભવી રહી હતી. ઇન્ટરવ્યુમાં તેણીએ સ્વીકાર્યું કે તેણી પાસે તે બધું હતું જે તેણી ક્યારેય ઇચ્છતી હતી પરંતુ તેમ છતાં તે સંતુષ્ટ નહોતી.
"So if I am going to Jannah after death or if I my sin is forgiven or not, is not matter to you. So you should be focusing on your intention between You and God (Allah). My intention between me and Allah. Is mine and you don’t need to care about it"
— DwiOktariyadi (@dwioktariyadi) March 10, 2025
🎬 RaeLilBlack pic.twitter.com/IKoZVyMYpC
2024 ના મધ્યમાં રાય લિલ બ્લેકે મલેશિયાની યાત્રા શરૂ કરી હતી. તેમની પાસે કોઈપણ પ્રકારના સ્પિરિચ્યૂઅલ પરિવર્તનની કોઈ યોજના નહોતી, પરંતુ ભાગ્યમાં તેમના માટે કંઈક બીજું જ હતું. કુઆલાલંપુરમાં રહેતા હતા ત્યારે, તેણી એક જૂના મિત્રને મળી. તેના મિત્રએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. તે મિત્ર સાથે વાત કર્યા પછી, તેને પણ તેમાં રસ પડ્યો.
તેના મિત્રએ તેને મસ્જિદ જવા કહ્યું. મસ્જિદની અંદર પગ મૂકતાં જ, તે ઊંડા પ્રાર્થનામાં ડૂબેલા લોકોથી તરત જ પ્રભાવિત થઈ ગઈ. તેમનો અનુભવ સારો અને શાંતિપૂર્ણ હતો. તેને પહેલાં ક્યારેય આવું લાગ્યું નહોતું. પછી તેણીએ ઇસ્લામ વિશે શીખવાનું શરૂ કર્યું અને ઓક્ટોબર 2024 માં, તેણીએ હિજાબ પહેરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા.
View this post on Instagram
તેનો વીડિયો વાયરલ થયો હતો. જોકે, આ પગલા પછી કેટલાક લોકોએ તેમનું સમર્થન કર્યું અને કેટલાક લોકોએ તેમને ટ્રોલ પણ કર્યા. તેમના ભૂતકાળના કામ વિશે પણ પ્રશ્નો ઉભા થયા હતા અને તેને પબ્લિસિટી સ્ટંટ કહેવામાં આવ્યું હતું. જોકે, રે લિલ બ્લેકે પોતાની સફર ચાલુ રાખી. હવે તે રમઝાન દરમિયાન ઉપવાસ કરી રહી છે.
View this post on Instagram
-
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
